કિરણ રાવની લાપત્તા લેડીઝ ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી
September 24, 2024
મુંબઇ : કિરણ રાવની ફિલ્મ 'લાપત્તા લેડીઝ' આગામી ૯૭મા ઓસ્કર એવોર્ડમાં ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાશે. 'એનિમલ', 'કલ્કિ ૨૮૯૮ એડી', 'ચંદુ ચેમ્પિયન', 'આર્ટિકલ ૩૭૦' સહિતની ૨૯ ફિલ્મોમાંથી આ ફિલ્મની ભારતીય ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવી છે. કિરણ રાવે હજુ થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે 'લાપત્તા લેડીઝ' ઓસ્કરના મંચ પર પહોંચે એ મારું સપનું છે. આમિર ખાન પ્રોડક્શનની આ ફિલ્મના કલાકારો પ્રતિભા રાંટા, નિતાંશી ગોએલ તથા સ્પર્શ શ્રીવાસ્તવ પણ આ સમાચારથી ખુશીથી ઝૂમી ઉઠયા હતા. તેમણે અરિજિત સિંહ માન્ચેસ્ટરમાં આ ફિલ્મનું હિટ ગીત 'સજની રે' લાઈવ ગાઈ રહ્યો છે તેનો વીડિયો શેર કર્યો હતો અને એકમેકને અભિનંદન પાઠવ્યાં હતાં. આમિર ખાને બનાવી હોય તેવી આ ત્રીજી ફિલ્મ 'ઓસ્કર'ની હોડમાં પહોંચી રહી છે. આ પહેલાં તેની 'લગાન' તથા 'તારે ઝમી પર ' પણ ઓસ્કરની સ્પર્ધામાં દાખલ થઈ હતી. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ ફિલ્મની પસંદગીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય સ્ત્રીઓ આજ્ઞાાંકિત પણ હોઈ શકે છે અને બળવાખોર પણ. આ ફિલ્મમાં આ બંને ગુણોનું અજબ સંયોજન હળવાશભરી રીતે દર્શાવાયું છે. ઉલ્લેખનીય છે કે કિરણ રાવે છેલ્લે ૨૦૧૧માં 'ધોબી ઘાટ' ફિલ્મ નું દિગ્દર્શન કર્યું હતું. તેના ૧૩ વર્ષ પછી કિરણ રાવે 'લાપત્તા લેડીઝ'નું દિગ્દર્શન કર્યું હતું. તે જ વખતે અનેક લોકોએ કોમેન્ટ આપી હતી કે કિરણ આટલાં વર્ષો દિગ્દર્શનથી દૂર રહી તેના કારણે ભારતીય સિનેમાએ કેટલીક ઉત્તમ કૃત્તિઓ ગુમાવી છે. ટ્રેનમાં બે નવવધૂઓની અદલાબદલી થઈ ગયા પછીની ઘટનાઓ પર આધારિત ફિલ્મમાં મૂળ કથાની સમાંતર કેવી રીતે સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વના આંતરિક પાસાંને પણ ખોજે છે તેની વાત વણી લેવાઈ છે.
Related Articles
અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ
અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદા...
અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર
અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પ...
Dec 13, 2024
'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડને પાર થઈ અલ્લૂ અર્જુનની ફિલ્મ, તમામ રેકોર્ડ તોડ્યા
'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડ...
Dec 13, 2024
શ્રદ્ધા કપૂરે મહિને છ લાખ રૂપિયાના ભાડે ફલેટ લીધો
શ્રદ્ધા કપૂરે મહિને છ લાખ રૂપિયાના ભાડે...
Dec 04, 2024
ક્વીન ઓફ ધી સાઉથ ટાઈટલથી સિલ્ક સ્મિતાની બાયોપિક બનશે
ક્વીન ઓફ ધી સાઉથ ટાઈટલથી સિલ્ક સ્મિતાની...
Dec 04, 2024
Trending NEWS
અમેરિકામાં ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર, 18 હજા...
13 December, 2024
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ...
13 December, 2024
બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500...
13 December, 2024
'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડને પાર થઈ...
13 December, 2024
‘એક દેશ, એક ચૂંટણી’નો આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્...
13 December, 2024
છત્તીસગઢઃ દંતેવાડામાં નક્સલીઓ-સુરક્ષા દળો વચ્ચે અથ...
13 December, 2024
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિર...
12 December, 2024
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં...
12 December, 2024
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત...
11 December, 2024
એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબ...
11 December, 2024
Dec 13, 2024