સલમાન ખાનને મારવાની 'સોપારી' લોરેન્સ બિશ્નોઈએ હવે આ ગેંગસ્ટરને સોંપી, દિલ્હી પોલીસનો ખુલાસો

August 19, 2023

લોરેન્સ ગેંગ હવે કરી રહી છે, જર્મની મેડ પિસ્તોલનો ઉપયોગ

રણજિત ડુપલા સામે અનેક રાજ્યોમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, લૂંટ અને છીનવી લેવા કેસ

દિલ્હી- દિલ્હી પોલીસની તપાસ દરમ્યાન ખુલાસો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈએ બોલિવુડ અભિનેતા સલમાન ખાનને મારવાનું કામ હવે અનમોલ બિશ્નોઈને સોપ્યુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે  સલમાન ખાનને મારવાનું કામ લોરેન્સ ગેંગ ત્રણ વખત ફેલ થઈ હતી, અને ત્રણેય ઓપરેશનની લીડ લોરેન્સની નજીકની ગેંગસ્ટર સમ્પત નેહરા, દિપક ટીનુ કરી રહ્યા છે. આ  જ કારણ છે કે હવે લોરેન્સે ઓપરેશન સલમાન ખાનની સોપારી તેના સગા ભાઈ અનમોલને સોપી દીધી છે.


લોરેન્સ ગેંગ હવે મેડ જિગાના પિસ્તોલનો ઉપયોગ કરવાના બદલે જર્મની મેડ PS 30 પિસ્તોલનો ઉપયોગ કરી રહી છે. આ વર્લ્ડ ક્લાસ પિસ્તોલ 8 થી 10 લાખમાં આવે છે. જે બન્ને હાથથી ઉપયોગ કરી શકાય છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ આ પિસ્તોલ વિદેશથી મંગાવી રહ્યા છે.  વિદેશી હથિયારોની દાણચોરીના કેસમાં ડિસેમ્બર 2017માં ડુપલાને ફરિદકોટ જિલ્લા અદાલતે ઘોષિત અપરાધી જાહેર કર્યો હતો. તેની સામે અનેક રાજ્યોમાં અપહરણ, હત્યાનો પ્રયાસ, લૂંટ અને છીનવી લેવા અને કોન્ટ્રાક્ટ કિલિંગના 20 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. ઓક્ટોબર 2014માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા હતા. આ હથિયારો પંજાબના ધનિક અને પ્રભાવશાળી લોકો અને પ્રખ્યાત ગેંગસ્ટરોને વેચવામાં આવ્યા હતા, ત્યારબાદ સર ડુપલા વિદેશ ભાગી ગયા હતા.