લિયોનેલ મેસ્સીને સાઉદી અરેબિયાનો પ્રવાસ મોંધો પડ્યો, ક્લબે તેને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો

May 03, 2023

સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને તેની ક્લબ PSG વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. મીડિયાની જાણકારી અનુસાર ક્લબે આર્જેન્ટિનાના સ્ટારને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધો છે. તેના પર પરવાનગી વગર સાઉદી અરેબિયા જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સુત્રોમાંથી મળતા એક અહેવાલ મુજબ મેસ્સી પર ઘણા દિવસો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે મેસ્સીને બે અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યા સુધી સસ્પેન્શન રહેશે ત્યા સુધી મેસ્સીને તાલીમ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ન તો તે રમી શકશે અને ન તો તેને આ સમયગાળા દરમિયાન પગાર આપવામાં આવશે. PSG સાથે મેસ્સીનો કરાર પણ આ સિઝનમાં સમાપ્ત થઈ રહ્યો છે. આ સ્થિતિમાં આ સસ્પેન્શનથી એવી અટકળોને વેગ મળ્યો છે કે મેસ્સી PSG છોડી શકે છે. હાલ મેસ્સી તેની પત્ની એન્ટોનેલા અને બાળકો સાથે સાઉદી અરેબિયાના પ્રવાસે છે.