લંડનનું હીથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ, પાવર સબસ્ટેશનમાં અચાનક આગ લાગી
March 21, 2025

હીથ્રો : બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ હીથ્રો એરપોર્ટ શુક્રવારે સંપૂર્ણપણે બંધ રહેશે. લંડનમાં પાવર સબસ્ટેશનમાં આગ લાગવાથી એરપોર્ટ પ્રશાસને આ નિર્ણય લેવો પડ્યો છે. આ આગને કારણે, હીથ્રો એરપોર્ટની આસપાસના 16 હજારથી વધુ ઘરોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. આ ઘટનાને કારણે લગભગ 150 લોકોને સલામત સ્થળોએ લઈ જવા પડ્યા છે.
અહેવાલો અનુસાર, હીથ્રો એરપોર્ટ પ્રશાસને આ ઘટના અંગે 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમે શુક્રવારે આખા દિવસ માટે હીથ્રો એરપોર્ટ બંધ રાખવાની ફરજ પડી છે. ઉપરાંત, મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી એરપોર્ટ ફરી ખુલે નહીં ત્યાં સુધી તેઓ ત્યાં ન આવે.' લંડન ફાયર બ્રિગેડે માહિતી આપી હતી કે 10 ફાયર એન્જિન અને લગભગ 70 ફાયર ફાઇટરોને ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા છે. લંડન ફાયર બ્રિગેડના આસિસ્ટન્ટ કમિશનર પેટ ગુલબોર્ને જણાવ્યું હતું કે, 'આગને કારણે મોટી સંખ્યામાં ઘરો અને સ્થાનિક વ્યવસાયોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સંબંધિત એજન્સીઓ તેને પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે.'
ઉલ્લેખનીય છે કે, હીથ્રો બ્રિટનનું સૌથી મોટું એરપોર્ટ છે, જ્યાં દરરોજ લગભગ 1,300 લેન્ડિંગ અને ટેક-ઓફ થાય છે. ગયા વર્ષે તેના ટર્મિનલ પરથી 83.9 મિલિયન મુસાફરો પસાર થયા હતા, જે એક રેકોર્ડ છે.
Related Articles
મ્યાનમારમાં ફરી શક્તિશાળી ભૂકંપ: 5.1ની તીવ્રતાથી ધરા ધ્રુજી
મ્યાનમારમાં ફરી શક્તિશાળી ભૂકંપ: 5.1ની ત...
Mar 29, 2025
મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદ કરુણ દ્રશ્યો, અમેરિકન એજન્સીનો 10 હજાર મોતનો દાવો
મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદ કરુણ...
Mar 29, 2025
ઈમારતો ધરાશાયી, હજારો દટાયાં, મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપમાં 1000ના મોત, 2400 ઈજાગ્રસ્ત
ઈમારતો ધરાશાયી, હજારો દટાયાં, મ્યાનમાર-થ...
Mar 29, 2025
ભૂકંપ- મ્યાનમારમાં 100થી વધુ મોત, બેંગકોકમાં ધરાશાયી ઈમારત નીચે 91 ફસાયા
ભૂકંપ- મ્યાનમારમાં 100થી વધુ મોત, બેંગકો...
Mar 28, 2025
નેપાળમાં રાજાશાહીની માંગ મુદ્દે ભયંકર હિંસા, ઘરો-વાહનોમાં આગચંપી, પથ્થમારો
નેપાળમાં રાજાશાહીની માંગ મુદ્દે ભયંકર હિ...
Mar 28, 2025
બલુચિસ્તાનમાં ફરી ખૂની ખેલ, 6 મુસાફરોને બસમાંથી ઉતારી મોતને ઘાટ ઉતારાયા, 3ના અપહરણ
બલુચિસ્તાનમાં ફરી ખૂની ખેલ, 6 મુસાફરોને...
Mar 28, 2025
Trending NEWS

28 March, 2025

28 March, 2025

28 March, 2025

27 March, 2025

27 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025