નેપાળમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, અઠવાડિયામાં બીજી વખત ધરતી ધ્રુજી

December 01, 2025

પશ્ચિમ પ્રાંતના બાજુરા સહિત પડોશી જિલ્લાઓમાં રહેતા લોકોએ આ ભૂકંપનો અનુભવ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે 12:09 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બજહાંગ જિલ્લામાં માઉન્ટ સૈપાલ હતું. નેપાળના બજહાંગ જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આંચકો નોંધાયો છે. આ ભૂકંપમાં કોઈ નુકસાન થયું ન હતું. પરંતુ ભૂકંપથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. જેઓ પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. 

થોડા દિવસો પહેલા જ નેપાળમાં બે ભૂકંપ આવ્યા હતા. 6 નવેમ્બરના રોજ, 10 કિમીની ઊંડાઈએ આ પ્રદેશમાં 3.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. બજાંગ જિલ્લો સૌથી સક્રિય ટેક્ટોનિક ઝોનમાં સ્થિત છે. જે તેને ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે. દર વર્ષે અહીં અનેક ભૂકંપ આવે છે. છીછરા ભૂકંપ ઊંડા ભૂકંપ કરતાં વધુ ખતરનાક છે કારણ કે તે પૃથ્વીની સપાટીની નજીક વધુ ઊર્જા છોડે છે. જેના કારણે જમીન પર વધુ કંપન થાય છે અને ઇમારતોને નુકસાન થાય છે અને મૃત્યુ થાય છે. ઊંડા ભૂકંપ સપાટી પર પહોંચતા ઓછી ઊર્જા ગુમાવે છે.