મહિન્દ્રા હવે ભારતીય વાયુસેના માટે વિમાન બનાવશે, બ્રાઝિલની કંપની સાથે ડિલ કરી

February 09, 2024

ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા પરિવહન વિમાન બનાવવા જઈ રહી છે


દિલ્હી : C-390 Millennium Aircraft: ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા હવે ભારતીય વાયુસેના માટે પરિવહન વિમાન બનાવવા જઈ રહી છે. મહિન્દ્રાએ આ કામ માટે બ્રાઝિલની એમ્બ્રેર ડિલની સાથે ડિલ કર્યો છે. આ ડિલ ભારત સરકારના મીડિયમ પરિવહન વિમાન પ્રોક્યોરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો છે. ભારતમાં જ ટ્રાન્સપોર્ટ વિમાન બનાવવાની ફેક્ટરી સ્થપાશે. વિમાનનું નામ C-390 મિલેનિયમ છે. આ વિમાનનો ઉપયોગ ભારતીય વાયુસેના પણ કરશે. આ ઉપરાંત દેશમાં રક્ષા વિમાન ઉદ્યોગને વેગ મળશે. C-390 મિલેનિયમ એક મધ્યમ કદનું પરિવહન વિમાન છે. 3મી ફેબ્રુઆરી 2015માં બ્રાઝિલમાં  આ વિમાને પ્રથમ ઉડાન ભરી હતી. વર્ષ 2019માં બધા માટે જાહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી નવ વિમાન બનાવવામાં આવ્યા છે. હાલમાં તેનો ઉપયોગ બ્રાઝિલ, પોર્ટુગલ અને હંગેરીની હવાઈ દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે.


ત્રણ લોકો એકસાથે C-390 મિલેનિયમને ઉડાવી શકે છે. બે પાઈલોટ અને એક લોડમાસ્ટર. આ વિમાન 26 હજાર કિલોગ્રામ વજન અથવા 80 સૈનિકો અથવા 74 સ્ટ્રેચર અને 8 એટેન્ડન્ટ્સ અથવા 66 પેરાટ્રૂપર્સ સાથે ઉડાન ભરી શકે છે. વિમાન 115.6 ફૂટ લાંબું અને 38.10 ફૂટ ઊંચાઈ છે અને પાંખો 115 ફૂટની છે. પરિવહન વિમાનમાં એક સમયે 23 હજાર કિલોગ્રામ ઇંધણ વહન કરે છે, જે તેને સંપૂર્ણ સાધનો સાથે એક સમયે 5020 કિલોમીટરની રેન્જ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. વિમાનની મહત્તમ સ્પિડ 988 કિલોમીટર પ્રતિ કલાક છે.