મમતા કુલકર્ણીએ કિન્નર અખાડાનું મહામંડલેશ્વર પદ છોડી દીધું

February 11, 2025

મુંબઈ : અભિનેત્રીમાંથી સાધ્વી બની ચૂકેલી મમતા કુલકર્ણી કિન્નર અખાડાનું મહામંડલેશ્વર પદ છોડી દીધું છે. થોડા દિવસો પહેલાં અહેવાલો હતા કે તેને મહામંડલેશ્વરપદેથી હાંકી કાઢવામાં આવી છે. તેની સાથે લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પાસેથી પણ આચાર્ય મહામંડલેશ્વર પદ છિનવી લેવામાં આવ્યું હતું. હવે મમતા કુલકર્ણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા પોતે પદ છોડયું હોવાનું એલાન કર્યું છે. તેણે આ વીડિયોમાં કહ્યું  છે હું પચ્ચીસ વર્ષથી સાધ્વી છું અને માત્ર સાધ્વી તરીકે જ રહેવા ઈચ્છું છું. મને મહામંડલેશ્વરની પદવી આપવાથી બે અખાડા વચ્ચે જે વિવાદ થયો છે . મેં પચ્ચીસ વર્ષ તપ કર્યું છે તે પછી મને આ પદ મળ્યું હતું તો પણ કેટલાક લોકોને તેમાં વાંધો પડયો છે. બાકી તો મેં બોલીવૂડ પચ્ચીસ વર્ષ પહેલાં જ છોડી દીધું છે અને હું જાતે ને જાતે અલિપ્ત થઈ છું બાકી બીજું કોઈ બોલીવૂડથી કે મેક અપથી આટલાં વર્ષો દૂર કેવી રીતે રહી શકે. આ પદવી માટે કરોડો રુપિયા આપ્યા હોવાની વાત ફગાવતાં મમતાએ કહ્યું હતું કે મારી પાસે બે લાખ રુપિયા માગવામાં આવ્યા હતા.  એ કક્ષમાં ત્રણ-ચાર મહામંડલેશ્વર અને ત્રણ-ચાર જગદ્દગુરુ પણ હતા. જ્યારે મેં કહ્યું કે મારી પાસે એટલા પૈસા નથી ત્યારે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ બે લાખ રુપિયા આપ્યા હતા.  તેણે કહ્યું હતું કે મને સામે ચાલીને આ પદવી આપવામાં આવી હતી પરંતુ હવે માં ચંડીનો સંકેત છે કે મારે આ બધામાંથી બહાર નીકળી જવું જોઈએ.