મિર્ઝાપુર 3 : 'મુન્ના ભૈયા'ના મોતનો બદલો લેશે માધુરી
June 06, 2023

'મિર્ઝાપુર 3'ની રાહ જોઈ રહેલા તમામ દર્શકો માટે આ ક્રાઈમ વેબસીરીઝનું લેટેસ્ટ અપડેટ આવી ગયું છે. આ આવનારી સીઝન પાછલી બે સીઝન કરતા સારી રહેવાની છે. પ્રાઈમ વીડિયોના તમામ દર્શકો 'મિર્ઝાપુર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોની સાથે ઈશા તલવાર પણ આ સીઝનની રાહ જોઈ રહી છે. મિર્ઝાપુર 3માં આ વખતે દર્શકોને નવા ટ્વિસ્ટ મળવાના છે. સીઝન 3 માં, 'માધુરી યાદવ' તેના પતિ 'મુન્ના ભૈયા' ના મૃત્યુનો બદલો લેવા માટે 'ગુડ્ડુ પંડિત' અને 'ગોલુ ગુપ્તા' સાથે જોવા મળશે.
'મિર્ઝાપુર 3'ની રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર એ છે કે આ ક્રાઈમ વેબસીરીઝનું શૂટિંગ નવેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. હવે આ વેબસીરીઝને દર્શકો માટે રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
'મિર્ઝાપુર 3'માં 'માધુરી યાદવ'નું પાત્ર ભજવતી ઈશા તલવારે કહ્યું, 'માધુરી યાદવે, જેમ કે આપણે પહેલાથી જ સીઝન 2 માં જોયું હતું, લગભગ અંતમાં 'કાલીન ભૈયા' પાસેથી સત્તા છીનવી લીધી હતી, જેની ભૂમિકા અદ્ભુત પંજક ત્રિપાઠીએ ભજવી હતી. જ્યારે તમે શોમાં આટલું મહત્વપૂર્ણ પાત્ર ભજવો છો, ત્યારે એક ઉચ્ચ ઓક્ટેન ડ્રામા જોવા માટે તૈયાર રહો.
આ સમયે, હું શો વિશે વધુ કંઈપણ જાહેર કરી શકવાની નથી. જ્યારે શો રિલીઝ થવાની નજીક હશે ત્યારે તમને વધુ માહિતી આપવામાં આવશે. અત્યારે, દર્શકો હજુ પણ 'મુન્ના'ના મૃત્યુ વિશે મૂંઝવણમાં છે - હું વ્યક્તિગત અનુભવથી જાણું છું.
Related Articles
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ્મ માટે સલમાનને ઉતાવળ
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ...
May 10, 2025
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
Trending NEWS

10 May, 2025

10 May, 2025