દુનિયાભરના મુસ્લિમો ઈઝરાયલ સામે એક થાઓ, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું આહવાન
October 04, 2024

તેહરાન- ઈઝરાયલે લેબેનોનમાં અનેક હુમલા કરીને મોટાપાયે જાનમાલને નુકસાન કર્યા બાદ ઈરાન સાથે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના વડા નસરલ્લાહને પણ મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઘટના બાદ ઈરાનના સર્વોચ્ચ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ પાંચ વર્ષમાં પહેલીવાર શુક્રવારની નમાજ અદા કરીને લાખો લોકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ખામેનીએ દુનિયાભરના મુસ્લિમોને ઈઝરાયલ સામે એક થઈને બદલો લેવાનું આહવાન કર્યું હતું. આ સંબોધન વખતે મસ્જિદ બહાર બે લાખથી વધુ મહિલાઓ કફન લઈને હાજર રહી હતી, જેમણે ઈઝરાયલ વિરુદ્ધ આક્રમકતાથી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ભાષણ પૂરું થતાં જ લેબેનોને ઈઝરાયલ પર આક્રમક હુમલા શરૂ કરી દીધા હતા.
ખામેની જ્યારે દેશવાસીઓને સંબોધન કરી રહ્યા હતા, ત્યારે તેમના એક હાથમાં રાઈફલ હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘આપણે અલ્લાહે બતાવેલા રસ્તા પરથી નહીં હટીએ. દુશ્મન પોતાનું શેતાની શાસન વધારવા માંગે છે, જોકે મુસ્લિમો સાથે રહેશે તો આપણું ભલું થશે. આપણે દુશ્મનોના ઈરાદાને નિષ્ફળ બનાવીશું. તેઓ મુસલમાન ભાઈઓમાં દુશ્મની વધારવા માંગે છે. તેઓ પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે. ખામેનીએ ઈઝરાયલ પર હુમલો કરવાનું આહવાન કરતા કહ્યું કે ‘આ લોકો (ઈઝરાયલ) વિશ્વભરના મુસ્લિમોના દુશ્મન છે. તેઓ મુસ્લિમો પર અત્યાચાર કરી રહ્યા છે. આ લોકો માત્ર આપણા જ નહીં પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્મન છે. તેથી જ હું આરબના મુસ્લિમોને વિનંતી કરી રહ્યો છું કે, અમારો સાથ આપો. અમે લેબેનોન માટે બધું જ કરીશું. હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહના મૃત્યુથી આપણને મોટું નુકસાન થયું છે. અમે અત્યંત દુઃખી છીએ. આ સ્થિતિમાં દુનિયાભરના મુસ્લિમોએ એક થવું જોઈએ કારણ કે, દુનિયામાં એવી કોઈ કોર્ટ નથી જે પેલેસ્ટિનિયનોની જમીન પાછી અપાવી શકે, તેમને ન્યાય અપાવી શકે. ’
Related Articles
આસિમ મુનીર વરદી પહેરેલો લાદેન, પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ જ ઉઠાવ્યા અમેરિકાની નીતિ પર સવાલ
આસિમ મુનીર વરદી પહેરેલો લાદેન, પેન્ટાગોન...
Aug 12, 2025
'બે જ મિનિટમાં હું સમજી જઈશ કે ડીલ થશે કે નહીં?', પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પની બડાઈ
'બે જ મિનિટમાં હું સમજી જઈશ કે ડીલ થશે ક...
Aug 12, 2025
અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાનની અન્ય વિમાન સાથે ટક્કર બાદ ભીષણ આગ, મુસાફરોએ માંડ માંડ બચાવ્યો જીવ
અમેરિકામાં લેન્ડિંગ દરમિયાન બેકાબૂ વિમાન...
Aug 12, 2025
જો કોઈ ગેરકાયદેસર રીતે બ્રિટન આવશે અટકાયતમાં લેવાશે : કીર સ્ટાર્મર
જો કોઈ ગેરકાયદેસર રીતે બ્રિટન આવશે અટકાય...
Aug 12, 2025
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ PM મોદી સાથે ફોન પર કરી વાત
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ PM મોદી...
Aug 12, 2025
Trending NEWS

13 August, 2025

13 August, 2025

13 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025