જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રહસ્યમય બીમારી ફેલાઈ, મહિનામાં 11 બાળક સહિત 14નાં મોતથી હડકંપ
January 15, 2025
જમ્મુ : જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજૌરીના બધાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ પરિવારોના 11 બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. આ બનાવથી બધાલ ગામ અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. સરકારે આ મામલાની તપાસ માટે આરોગ્ય ટીમો તૈનાત કરી છે.
મળતી માહિતી મુજબ સફીના કૌસરનું જમ્મુની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પછી બે દિવસમાં તેના અન્ય ત્રણ ભાઈ-બહેનો પણ મૃત્યુ પામ્યા. બે લોકો હજુ પણ મોત સાથે જંગ લડી રહ્યા છે. સોમવારે તેના દાદા મોહમ્મદ રફીકનું રાજૌરીની હોસ્પિટલમાં અવસાન થયું હતુ. ગયા મહિનાની શરૂઆતમાં ગામમાં બે પરિવારના નવ લોકોના મોત થયા હતા. પ્રાથમિક તબક્કે એવું લાગતું હતું કે આ મૃત્યુ ફૂડ પોઈઝનિંગના કારણે થયા છે. જો કે, મોટાભાગના ગ્રામજનોએ સમાન લક્ષણોની ફરિયાદ કરતા પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી હતી. આ પછી સરકારે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો અને દેશની ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓમાંથી નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા.
જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ રહસ્યમય મૃત્યુનું કારણ વાયરલ ઇન્ફેક્શન હતું. જો કે, ડૉક્ટરે એમ પણ કહ્યું કે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે વધુ અભ્યાસની જરૂર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે, PGI ચંદીગઢ, AIIMS દિલ્હી અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), દિલ્હીના નિષ્ણાતોની ટીમે પણ કેસની તપાસમાં મદદ કરવા ગામની મુલાકાત લીધી છે.
Related Articles
'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ અન્ય દેશમાં હોત તો ધરપકડ થઇ હોત': રાહુલ ગાંધી
'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ...
મધ્ય પ્રદેશમાં ટિકિટનો વાયદો કરી ભાજપ નેતાનું મહિલા સાથે દુષ્કર્મ, ધરપકડ થતા પક્ષમાંથી હકાલપટ્ટી
મધ્ય પ્રદેશમાં ટિકિટનો વાયદો કરી ભાજપ ને...
Jan 15, 2025
47 વર્ષે કોંગ્રેસનું ઠેકાણું બદલાયું, સોનિયા ગાંધીના હસ્તે નવા હેડક્વાર્ટર 'ઈન્દિરા ભવન'નું ઉદઘાટન
47 વર્ષે કોંગ્રેસનું ઠેકાણું બદલાયું, સો...
Jan 15, 2025
ટ્રમ્પ નવો 'વસૂલી' વિભાગ બનાવશે, ભારત-કેનેડા-ચીન જેવા દેશો ટેન્શનમાં! ટૂંક સમયમાં થશે જાહેરાત
ટ્રમ્પ નવો 'વસૂલી' વિભાગ બનાવશે, ભારત-કે...
Jan 15, 2025
કેજરીવાલ-સિસોદિયા મુશ્કેલીમાં! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયની EDને મંજૂરી
કેજરીવાલ-સિસોદિયા મુશ્કેલીમાં! લીકર કૌભા...
Jan 15, 2025
કર્ણાટક કોંગ્રેસમાં ડખાં! સિદ્ધારમૈયાના અઢી વર્ષ પૂરા થતાં નવા મુખ્યમંત્રી માટે ગરમાયું રાજકારણ
કર્ણાટક કોંગ્રેસમાં ડખાં! સિદ્ધારમૈયાના...
Jan 15, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
Jan 15, 2025