નેતન્યાહૂ જ ઈઝરાયલના સૌથી મોટા દુશ્મન. મોટાપાયે દેખાવ
March 23, 2025

ગાજા- ગાજામાં ફરીથી યુદ્ધ શરૂ કરી ચૂકેલા ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સ્થાનિક સ્તર પર પકડ નબળી પડતી જઈ રહી છે. નેતન્યાહૂના નિર્ણય વિરુદ્ધ શનિવારે રાજધાની તેલ અવીવમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરુદ્ધ મોટાપાયે દેખાવ કરવા લાગ્યા. હકીકતમાં નેતન્યાહૂએ તાજેતરમાં જ સ્થાનિક ગુપ્તચર વિભાગ શિન બેટના પ્રમુખ રોનેર બારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયને કેટલાક લોકો રાજનીતિથી પ્રેરિત માની રહ્યા છે, તો બીજી તરફ પ્રદર્શન કરી રહેલા લોકો ગાજામાં ફરીથી શરૂ કરેલા યુદ્ધને લઈને પણ નાખુશ છે. તેમનું માનું છે કે એક સારો સંઘર્ષ વિરામ લાગુ થવો, જેનાથી તમામ બંધકોને છોડવી શકાય. આ બે નિર્ણયોના કારણે તેલ અવીવમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
ઈઝરાયલના વડાપ્રધાને આ અઠવાડિયાની શરૂઆતમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે, 2021થી શિન બેટનું નેતૃત્વ કરી રહેલા રોનેર બાર પર હવે મને વિશ્વાસ નથી રહ્યો. આ જ કારણોસર તેને 10 એપ્રિલના રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હવે વડાપ્રધાના આ નિર્ણય બાદથી જ લોકો દેખાવો કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. નેતન્યાહૂના આ નિવેદન બાદ ઈઝરાયલની સુપ્રીમ કોર્ટ પણ એક્શનમાં આવી ગઈ છે અને તેણે સસ્પેન્શન પર અસ્થાયી રોક લગાવી દીધી છે.
નેતન્યાહૂના ટીકાકારોનો આરોપ છે કે આ નિર્ણય દ્વારા છે. તેઓ સતત ઈઝરાયલના લોકતંત્રને નબળું પાડી રહ્યા છે. જોકે નેતન્યાહૂએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે. નેતન્યાહૂએ ભલે આ આરોપોને ફગાવી દીધા હોય પરંતુ દેખાવકારોનો તેમના પ્રત્યેક ગુસ્સો વધતો જઈ રહ્યો છે. તેલ અવીવના હબીમા સ્કવાયરમાં દેખાવકારોએ ઈઝરાયલનો રાષ્ટ્રધ્વજ લઈને ગાજામાં એક કરારની પણ માગ કરી જેનાથી બાકી રહેલા ઈઝરાયલી બંધકોને શાંતિપૂર્ણ રીતે મુક્ત કરી શકાય.
આ દરમિયાન એક 63 વર્ષીય પ્રદર્શનકારીએ કહ્યું કે, 'ઈઝરાયલના સૌથી મોટો દુશ્મન બેન્જામિન નેતન્યાહૂ જ છે. તેઓ 20 વર્ષથી સત્તામાં છે. ન તો તેમને દેશની ચિંતા છે અને ન તો તેમને નાગરિકોની ચિંતા છે.'
અન્ય એક 44 વર્ષીય પ્રદર્શનકારીએ કહ્યું કે, 'ગાજામાં ભયંકર યુદ્ધનો દોઢ વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે પરંતુ ત્યાં હમાસ હજુ પણ સત્તામાં છે અને તેમની પાસે હજુ પણ હજારો લડાકૂઓ છે. એનો અર્થ તો એ જ થયો કે ઈઝરાયલની સરકાર પોતાનો લક્ષ્ય હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે.'
Related Articles
મ્યાનમારમાં ફરી શક્તિશાળી ભૂકંપ: 5.1ની તીવ્રતાથી ધરા ધ્રુજી
મ્યાનમારમાં ફરી શક્તિશાળી ભૂકંપ: 5.1ની ત...
Mar 29, 2025
મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદ કરુણ દ્રશ્યો, અમેરિકન એજન્સીનો 10 હજાર મોતનો દાવો
મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદ કરુણ...
Mar 29, 2025
ઈમારતો ધરાશાયી, હજારો દટાયાં, મ્યાનમાર-થાઇલેન્ડ ભૂકંપમાં 1000ના મોત, 2400 ઈજાગ્રસ્ત
ઈમારતો ધરાશાયી, હજારો દટાયાં, મ્યાનમાર-થ...
Mar 29, 2025
ભૂકંપ- મ્યાનમારમાં 100થી વધુ મોત, બેંગકોકમાં ધરાશાયી ઈમારત નીચે 91 ફસાયા
ભૂકંપ- મ્યાનમારમાં 100થી વધુ મોત, બેંગકો...
Mar 28, 2025
નેપાળમાં રાજાશાહીની માંગ મુદ્દે ભયંકર હિંસા, ઘરો-વાહનોમાં આગચંપી, પથ્થમારો
નેપાળમાં રાજાશાહીની માંગ મુદ્દે ભયંકર હિ...
Mar 28, 2025
બલુચિસ્તાનમાં ફરી ખૂની ખેલ, 6 મુસાફરોને બસમાંથી ઉતારી મોતને ઘાટ ઉતારાયા, 3ના અપહરણ
બલુચિસ્તાનમાં ફરી ખૂની ખેલ, 6 મુસાફરોને...
Mar 28, 2025
Trending NEWS

28 March, 2025

28 March, 2025

28 March, 2025

27 March, 2025

27 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025