ઉંમરમાં નવ વર્ષ નાના શુભમન ગિલને પ્રેમ કરે છે આ અભિનેત્રી? કહ્યું- 'હું ખૂબ સરળ પરિવારથી છું અને...'

June 15, 2024

'બહુ હમારી રજનીકાંત' ફેમ એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતને લઈને ગત દિવસોમાં એવા સમાચાર વાયરલ થયાં કે તે ક્રિકેટર શુભમન ગિલ સાથે લગ્ન કરી રહી છે. જોકે, રિદ્ધિમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શુભમન ગિલ સાથે લગ્નના સમાચારોને બિલકુલ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યાં હતાં. એક્ટ્રેસે હવે એકવાર ફરી પોતાના અને શુભમન ગિલના લગ્નના વાયરલ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું કે આ મુદ્દે તેમની ફેમિલીનું રિએક્શન કેવું હતું. મારો પરિવાર ખૂબ સરળ છે. મારા પરિવારમાંથી માત્ર હું જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું. શુભમન ગિલ શાનદાર એથલીટ છે. તે ખૂબ યંગ પણ છે. જ્યારે તેની સાથે મારા લગ્નની અફવા ઉડી ત્યારે હું ખૂબ ચોંકી ગઈ હતી. આ વાત વાયરલ થયા બાદ સૌથી પહેલા મને મારી બહેને ફોન કરીને પૂછ્યું, ત્યારે હું ઊંઘમાં હતી, મે પહેલા તો ધ્યાન આપ્યું નહીં. રિદ્ધિમાએ જણાવ્યું કે તેને બાદમાં પત્રકારોના ફોન આવવા લાગ્યા ત્યારે તેણે જણાવ્યું કે હું ક્યારેય શુભમન ગિલને મળી પણ નથી અને જો ક્યારેય લગ્ન થશે તો તે પોતે સૌને જણાવશે. રિદ્ધિમાએ એ પણ કહ્યું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને પણ ચાહકોને આ વિશે જણાવ્યું હતું કે તેના અને શુભમન ગિલના લગ્ન થઈ રહ્યાં નથી છતાં આ ખોટી ખબર આગની જેમ ફેલાઈ ગઈ. રિદ્ધિમાએ કહ્યું, એક પબ્લિક ફિગર હોવાથી આ ખૂબ ડરામણી બાબત છે કેમ કે આ વખતે તો મારું નામ એક યંગ માણસ સાથે જોડાયું, પરંતુ જો કોઈ ઉંમરલાયક વ્યક્તિની સાથે જોડાયું હોત તો તેમના માટે તો ખૂબ રિસ્કી હોત. રિદ્ધિમાએ કહ્યું, લિંકઅપના સમાચાર તો ઠીક છે પણ સીધી મારા લગ્નની અફવા ઉડાવી દીધી અને લોકો આની પર વિશ્વાસ પણ કરી રહ્યાં હતાં. રિદ્ધિમાએ જણાવ્યું કે શુભમન ગિલ સાથે લગ્નના સમાચારો પર તેમના પિતા ખૂબ ગુસ્સે થયાં હતાં. તેમણે રિદ્ધિમાને પૂછ્યું હતું કે આ પ્રકારની વાતો કેવી રીતે આવી. એક્ટ્રેસે એ પણ કહ્યું કે જે દિવસે સવારે શુભમન ગિલ સાથે તેના લગ્નના સમાચાર વાયરલ થયાં તે દિવસે સાંજે તેની કોઈ યુવક સાથે ડેટ હતી. તેથી તેના માટે ખૂબ એમ્બ્રેસિંગ થઈ ગયું હતું. રિદ્ધિમાએ કહ્યું કે જ્યારે પણ તે શુભમનને મળશે તો તેની સાથે લગ્નની વાતને લઈને ખૂબ હસવાની છે.