Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

મહાકુંભમેળામાં લોકોની સારવારમાં ભાષા અવરોધ નહીં : AI ટ્રાન્સલેટર મદદ કરશે

December 09, 2024

મહાકુંભમાં દેશદુનિયાના શ્રદ્ધાળુઓ સંગમનગરી ખાતે ઊમટી પડશે. આ દરમિયાન દેશનાં અન્ય રાજ્યોના કે વિદેશોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ બીમાર પડે તો તેમને ભાષાની સમસ્યા ન નડે તેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આવા શ્રદ્ધાળુઓ એઆઇ ટ્રાન્સલેટર એપની મદદથી ડોક્ટરોને પોતાની ભાષામાં પોતાની બીમારીની સમસ્યા જણાવી શકશે.

એપ તેમના દ્વારા બોલાયેલી ભાષાનો હિંદી કે અંગ્રેજીમાં અનુવાદ કરશે. દેશમાં પહેલી વાર છાવણીમાં સામાન્ય હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં તેનો ઉપયોગ થશે. એઆઇ ટ્રાન્સલેટર એપમાં દેશની 22 અને વિદેશની 19 ભાષાઓ છે.આ એપમાં તામિલ, તેલુગુ, મલયાલમ, બંગાળી સહિત અન્ય રાજ્યોની ભાષાઓ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અંગ્રેજી, અરબી, ફ્રેન્ચ સહિત 19 ભાષાઓ છે.

દેશવિદેશમાંથી આવેલા શ્રદ્ધાળુઓને બીમારીમાં સારવારની સારી સગવડ પૂરી પાડવા માટે છાવણી હોસ્પિટલમાં હાજર તમામ ડોક્ટરોના મોબાઇલ ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરાવવામાં આવશે. જ્યારે દરદીઓના બેડની બાજુમાં માઇક લગાડેલું હશે. તે પોતાની ભાષામાં ડોક્ટર સાથે સંવાદ કરી શકશે અને ડોક્ટર જે બોલશે તે દરદીને તેની પોતાની ભાષામાં સમજાશે.