પાકિસ્તાનની સેનાનો અફઘાનિસ્તાન પર હવાઇ હુમલો, 9 બાળકો સહિત 10ના મોત

November 25, 2025

અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેનાએ બોમ્બ મારો કર્યો જેમાં 9 બાળકો અને એક મહિલાનું મોત નીપજ્યુ છે. અફઘાન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહના પ્રમાણે એક અન્ય હુમલામાં 4 લોકો ઘાયલ થયા છે. આ હુમલો બે દેશો વચ્ચે હાલના તણાવ અને સીમા પર વધતી ઝડપ વચ્ચે થયો છે.

અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સૈન્ય કાર્યવાહીએ સરહદ પરનું તણાવ ફરી વધી રહ્યો છે. મધરાતે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 9 બાળકો અને એક મહિલાનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે. મૃતક બાળકોમાં પાંચ છોકરાઓ અને ચાર છોકરીઓનો સમાવેશ થાય છે.આ હુમલો રાત્રે 12 વાગ્યે ગેરબજવો જિલ્લાના સ્થાનિક રહેવાસી વિલાયત ખાનના ઘર પર કરવામાં આવ્યો હતો, જેના કારણે આખું ઘર નષ્ટ થઈ ગયું.

ખોસ્ત સિવાય અન્ય જગ્યાએ પણ કરાયો હુમલો
તાલિબાનના નેતા ઝબિહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો કે પાકિસ્તાની સેનાએ ખોસ્ત સિવાય કૂનર અને પક્તિકા પ્રાંતોમાં પણ હવાઈ હુમલા કર્યા, જેમાં ચાર નાગરિકો ઘાયલ થયા. તેમણે ઘટનાથી સંબંધિત ફોટો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી, જેમાં ઘરના અવશેષો અને મૃત બાળકોના મૃતદેહો દેખાઈ રહ્યા છે.