'પાકિસ્તાને PoK ખાલી કરવું જ પડશે', UNSCમાં ભારતની કડક ચેતવણી
March 25, 2025

ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ-કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે, જેને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
આ ચર્ચાનો વિષય 'સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અનુકૂળતાને વધારવાનો હતો, પરંતુ પાકિસ્તાને એકવાર ફરી તેમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પરવથાનેની હરીશે જવાબ આપતાં કહ્યું કે 'જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને ગેરકાયદે રીતે આ વિસ્તાર પર કબજો કરેલો છે, જેને તાત્કાલિક ખાલી કરવો પડશે.'
ભારતે પાકિસ્તાન પર નિશાન સાધતાં કહ્યું કે તેણે ફરીથી 'બિનજરૂરી ટિપ્પણીઓ'નો સહારો લીધો છે, પરંતુ તેનાથી પાકિસ્તાનના ગેરકાનૂની દાવા સાચા સાબિત થશે નહીં, ના તો તેની સ્ટેટ-સ્પૉન્સર્ડ આતંકવાદની નીતિ સાચી સાબિત કરી શકાશે.
તેમણે આગળ કહ્યું કે 'ભારત આ મંચનું ધ્યાન પાકિસ્તાનના સંકુચિત અને વિભાજનકારી એજેન્ડા તરફ ભટકવા નહીં દે. ભારત આ મામલે વિસ્તારપૂર્વક જવાબ આપવાનું ટાળશે.
Related Articles
વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર
વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકો...
Mar 29, 2025
વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સાથે રહેવા નથી માગતું : સુપ્રીમ કોર્ટે કહ્યું 'કડવું સત્ય'
વસુધૈવ કુટુમ્બકમની વાતો થાય છે પણ કોઇ સા...
Mar 29, 2025
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ 'ઓપરેશન', એનકાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ
છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ 'ઓપરેશન',...
Mar 29, 2025
સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 156 પ્રચંડ હેલિકોપ્ટર ખરીદશે
સંરક્ષણ ક્ષેત્રે ભારતની સૌથી મોટી ડીલ, 1...
Mar 28, 2025
દેશમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આવ્યા, 6 લાખ મરઘીના મોત
દેશમાં બર્ડ ફ્લૂથી હાહાકાર, 8 કેસ સામે આ...
Mar 28, 2025
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અથડામણ, ત્રણ પોલીસ જવાન શહીદ, બે આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં અથડામણ, ત્રણ પોલ...
Mar 28, 2025
Trending NEWS

28 March, 2025

28 March, 2025

28 March, 2025

27 March, 2025

27 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025

26 March, 2025