સૈન્યના કાફલા પર BLAના હુમલાથી પાકિસ્તાન થરથર્યું
March 17, 2025

પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક કરવાની પહેલી ઘટના બલૂચ બળવાખોરોએ અંજામ આપી હતી. ત્યારબાદ બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલો કર્યો અને 90 પાકિસ્તાની જવાનોની હત્યા કર્યાનો દાવો કર્યો. જોકે હવે આ ભયાનક હુમલાનો વીડિયો ખુદ બલૂચ બળવાખોરોએ જ જાહેર કર્યો છે. બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનના નોશ્કીમાં એક હાઇવે પર હુમલો કર્યો હતો. બલુચિસ્તાન લિબરેશન આર્મી(BLA)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં વિસ્ફોટ પછી બસમાંથી આગ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. હુમલા અંગે માહિતી આપતાં એક પાકિસ્તાની પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી મળેલા પુરાવા સૂચવે છે કે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન કાફલામાં ઘુસાડી દીધું હતું. વિસ્ફોટ પછી, કેટલાક અન્ય આતંકવાદીઓએ FC કર્મચારીઓ પર ગોળીબાર કરી દીધો હતો.
Related Articles
ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે, IMFની ગંભીર આગાહી
ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતં...
Apr 23, 2025
પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રખાયો, અંતિમ સંસ્કાર શનિવાર તા. 26 એપ્રિલે યોજાશે
પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીન...
Apr 23, 2025
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદન, અમેરિકા ભારત સાથે ઉભુ છે
પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદ...
Apr 23, 2025
ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હુમલા કરાવતો હતો : કાશ પટેલ
ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હ...
Apr 23, 2025
હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે કેસ કર્યો, કહ્યું ‘મનમાની નહીં ચાલે’
હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પની નીતિઓ સામે...
Apr 22, 2025
Trending NEWS

પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રખાયો,...
23 April, 2025

પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ,...
23 April, 2025

35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલ...
23 April, 2025

પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદન, અમેરિકા...
23 April, 2025

ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હુમલા કરાવત...
23 April, 2025

વિરાટ કોહલી, નીરજ ચોપરા, સિંધુ, સાઈના નહેવાલે પહેલ...
23 April, 2025

પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ...
23 April, 2025

આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પછી વાધવનથી...
23 April, 2025

પહલગામ આતંકી હુમલો : અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને...
23 April, 2025

પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતી...
23 April, 2025