'બંદૂકની અણીએ ભારત વેપાર નથી કરતું..' અમેરિકા સાથેની 'ટ્રેડ ટૉક' અંગે પિયુષ ગોયલ
April 12, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાના તમામ દેશો પર ટેરિફની જાહેરાત વચ્ચે ભારતના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, ભારત અને અમેરિકાની વચ્ચે એક વ્યાપાર કરારને લઈને વાટાઘાટો ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારતના હિત સર્વોપરી રહેશે અને કોઈના પણ દબાણમાં આવીને વાટાઘાટો નહીં કરીએ.
ગોયલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'મેં પહેલા પણ અનેકવાર કહ્યું છે કે, ભારત બંદૂકની અણીએ વેપાર નથી કરતું. સમયમર્યાદા સારી હોય છે કારણ કે, તે વાતચીતને વેગ આપે છે પણ જ્યાં સુધી અમે દેશ અને પ્રજાના હિતોની રક્ષા કરવામાં સક્ષમ ન થઈએ ત્યાં સુધી ઉતાવળ કરવી યોગ્ય નથી. ભારત અને અમેરિકા વચ્ચે તમામ વેપાર અંગેની વાતચીત ઈન્ડિયા ફર્સ્ટની ભાવના સાથે વિકસિત 2047ની દિશામાં આગળ વધી રહી છે.'
કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને છોડીને બાકી તમામ દેશો પર લગાવવામાં આવેલાં પારસ્પરિક ટેરિફ પર રોક લગાવવાની જાહેરાત કરી છે. ચીન પર હવે 145 ટકા ટેક્સ લગાવવામાં આવશે. ભારત સહિત 75 દેશોને ટેરિફથી હવે 90 દિવસોની રાહત મળી છે.
ભારત અને અમેરિકાએ આ વર્ષે પાનખર (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધી પોતાના વેપાર કરારના પહેલાં તબક્કાને અંતિમ રૂપ આપવાનું લક્ષ્ય રાખ્યું છે અને 2030 સુધી દ્વિપક્ષીય વ્યાપારને વર્તમાન 191 અબજ ડોલરથી વધારીને 500 અબજ ડોલર કરવાની યોજના છે. ભારત અને વોશિંગ્ટને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં થયેલી બેઠક બાદ 2025ના પાનખર સુધી દ્વિપક્ષીય વેપાર કરારના પહેલાં તબક્કાની વાતચીત પૂર્ણ કરવા પર સંમતિ દર્શાવી છે.
ભારત-યુરોપિયન સંઘ વેપાર કરાર અંગે ગોયલે કહ્યું કે, 'જ્યારે બંને પક્ષ એકબીજાની ચિંતા અને જરૂરિયાતો પ્રતિ સંવેદનશીલ હોય છે, ત્યારે વાટાઘાટો આગળ વધે છે. મુક્ત વેપાર કરારને ઝડપથી નિષ્કર્ષ સુધી પહોંચાડવા કડક પગલાં લેવાની જરૂર છે.'
આ કરાર પર ટિપ્પણી કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ભારતે અમેરિકા અને યુરોપિયન સંઘ બંને સાથે વેપાર કરારને લઈને ઝડપી પ્રયાસ હાથ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતના પ્રસ્તાવો પર તત્પરતાથી પ્રતિક્રિયા આપી છે. પ્રશાસનમાં બદલાવના એક મહિનાની અંદર જ અમારી વચ્ચે આ વાત પર સૈદ્ધાંતિક સહમતિ સધાઈ ગઈ છે કે, અમે એક દ્વિપક્ષીય વેપાર કરાર કરીશું અને સમાધાન નીકાળીશું જે બંને પક્ષો માટે કામ કરે કારણ કે, અમારી ચિંતાઓ પણ છે. આ પ્રક્રિયા અનિશ્ચિતકાળ માટે નથી.
Related Articles
હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર TMC ધારાસભ્યનો આક્ષેપ
હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદા...
Apr 13, 2025
જય શ્રી રામ', તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું
જય શ્રી રામ', તમિલનાડુના રાજ્યપાલે કોલેજ...
Apr 13, 2025
કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્ર ટિપ્પણીનો આરોપ, ભાજપે નોંધાવી ફરિયાદ
કન્હૈયા કુમાર પર વડાપ્રધાન-RSS અંગે અભદ્...
Apr 13, 2025
પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી કરવામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે
પેગાસસ સ્પાયવેર દ્વારા જાસૂસી કરવામાં ભા...
Apr 13, 2025
વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ
વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયંકર હિંસા,...
Apr 12, 2025
સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી
સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ...
Apr 12, 2025
Trending NEWS

13 April, 2025

13 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025