ઇદના તહેવારે 32 લાખ મુસ્લિમોને સૌગાત-એ-મોદી કિટનું વિતરણ કરવાની યોજના

March 26, 2025

ભાજપના લઘુમતિ મોર્ચા દ્વારા સૌગાત-એ-મોદી અભિયાન ચલાવીને 32 લાખ ગરીબ મુસ્લિમોને ગિફ્ટ આપવામાં આવશે. મંગળવારે આ અભિયાન શરૂ થયુ. . ભાજપના અનુસાર ગરીબ મુસ્લિમો શાનથી ઇદની ઉજવણી કરી શકે તે માટે તેમને આ ગિફ્ટ અપાશે. ભાજપના 32 હજાર કાર્યકર્તાઓને આ કામ સોંપવામાં આવ્યું છે. પાર્ટીનો દરેક કાર્યકર્તા એક મસ્જિદની જવાબદારી લેશે. આ પ્રકારે દેશભરમાં 32 હજાર મસ્જિદો કવર કરવામાં આવશે.

ત્યારબાદ ગરીબ મુસ્લિમોને ઇદ પહેલા ગિફ્ટ આપવામાં આવશે. જિલ્લા સ્તરે ઇદ મિલન કાર્યક્રમનું પણ આયોજન કરાશે. રમઝાન મહિનામાં ઇદના પર્વ પહેલા ભાજપનું આ અભિયાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાઇ રહ્યું છે. આ અભિયાનથી ભાજપ 32 લાખ મુસ્લિમ પરિવારો સુધી પહોંચવા માગે છે. સૌગાત-એ-મોદી કિટમાં કપડા, સેવઇ, ખજૂર, સુકો મેવો અને ખાંડ રહેશે. તે ઉપરાંત મહિલાઓ માટેની કિટમાં ડ્રેસનું કાપડ રહેશે અને પુરુષોની કિટમાં લેંઘા-ઝભ્ભાનું કાપડ રહેશે.