અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ

December 13, 2024

હૈદરાબાદ : ફિલ્મ પુષ્પા-2થી સિનેમા જગતમાં હલચલ મચાવી દેનારા સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક મહિલાની મોતના મામલે ધરપકડ કરવામાં આવી છે. એક્ટરને 174 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેની ધરપકડ પર હવે રાજકારણ પર ગરમાયું છે. જગન મોહન રેડ્ડીની YSRCP અને BRS જેવી રાજકીય પાર્ટીઓએ આ ધરપકડને ખોટી જણાવી છે. 


અલ્લુ અર્જુનની ધરપકડ પર YSRCP ના નેતા લક્ષ્મી પાર્વતીએ કહ્યું, 'અલ્લુ અર્જુનની ધરપકડ દુઃખદ છે અને આ મામલે ચંદ્રબાબુ નાયડૂનો હાથ છે. અલ્લુ અર્જુન જોવા ગયો હતો કે, ફિલ્મ કેવી છે. પરંતુ, આ સરકાર એટલી નકામી છે કે, અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો તો સુરક્ષાની પર્યાપ્ત સુવિધા ન કરી શકી. અલ્લુ અર્જુને કંઈ ખોટું નથી કર્યું. કંદુકુર, પુષકરમ અને રાજમુંદરીમાં થયેલા અકસ્માત માટે કેટલીવાર ચંદ્રબાબૂ નાયડુની ધરપકડ કરવામાં આવી? ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને તેમના તેલંગાણામાં સમર્થક છે. વળી, અલ્લુ અર્જુનની ધરપકડ પર ભારતીય રાષ્ટ્ર સમિતિના કાર્યકારી અધ્યક્ષ કેટી રામારાવ એક્ટરના બચાવમાં આવ્યા છે. તેઓએ કહ્યું કે, એક અસુરક્ષિત નેતા હંમેશા તેમની આસપાસના લોકોને દબાવે છે.