અમેરિકામાં વિદેશીઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી, ટ્રમ્પના ટ્વિથી ખળભળાટ

November 30, 2025

કેલિફોર્નિયા : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટ કરીને વિશ્વભરને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં ટ્રમ્પ અમેરિકામાં વિદેશી પ્રવાસીઓનો પ્રવેશ બંધ કરવા ઈચ્છે છે. તેઓ નક્કામાં અને ગેરકાદેસર રહેતા પ્રવાસીઓને અમેરિકામાં હાંકી કાઢવા માંગે છે. તેમનું માનવું છે કે, જો દેશમાં આવા લોકો રહેશે તો માહોલ ખરાબ થશે. એટલું જ નહીં આવા લોકોના કારણે અમેરિકન લોકોને નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ટ્રમ્પ માની રહ્યા છે, તેથી જ તેમણે ‘રાષ્ટ્રપ્રમુખને મળેલી સત્તાની કલમ’ને લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરીને વિશ્વભરને ચેતવણી આપી દીધી છે.
ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખની સત્તાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે, ‘ઈમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ 212(F) : જ્યારે પણ રાષ્ટ્રપતિને એમ લાગે કે, કોઈપણ વિદેશીઓને અથવા વિદેશીઓના વર્ગને અમેરિકામાં પ્રવેશ અટકાવવો છે અથવા તેઓ અમેરિકાના હિતો માટે નુકસાનકારક છે, ત્યારે રાષ્ટ્રપ્રમુખ જાહેરાત કરીને તમામ વિદેશીઓ અથવા વિદેશીઓના કોઈપણ વર્ગના ઈમિગ્રન્ટ્સ અથવા નોન-ઈમિગ્રન્ટ્સ તરીકેના પ્રવેશને સ્થગિત કરી શકે છે અથવા વિદેશીઓના પ્રવેશ પર તેવા કોઈપણ નિયંત્રણો લાદી શકે છે, જેને તેઓ યોગ્ય માને છે.’
ઈમિગ્રેશન અને નેશનાલિટી એક્ટ, કલમ 212(F)ની વાત કરીએ તો, આ કલમ હેઠળ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત અધિકાર છે કે, તેઓ વિદેશી પ્રવાસીઓને અમેરિકામાં આવતા અટકાવી શકે. જ્યાં સુધી રાષ્ટ્રપ્રમુખને પોતાની મુજબ વિદેશી પ્રવાસીઓને અટકાવવો જરૂરી છે, ત્યાં સુધી અટકાવી શકે છે. ટ્રમ્પે એવું પણ લખ્યું છે કે, ‘અમેરિકાના ઈતિહાસનાં કોઈપણ વર્ષની તુલનાએ વર્તમાન સમયમાં અમેરિકામાં વિદેશીઓ સૌથી વધુ છે. હાલમાં લગભગ છ અમેરિકન નાગરિકોની તુલનાએ એક વિદેશી પ્રવાસી છે, તેથી તેને અટકાવવામાટે કડક પગલા ભરવામાં આવશે.