આર્ટિકલ 370ના નિર્માતાની આગામી ફિલ્મમાં રણવીર સિંહ

March 05, 2024

મુંબઇ : નિર્માતા આદિત્ય ધરની 'આર્ટિકલ ૩૭૦' સમીક્ષકોની પ્રશંસાની સાથે સાથે બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કરી રહી છે. હવે આદિત્ય ધરની આગામી ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે. આદિત્ય ધર પહેલીવાર બહુ મોટાપાયે મેગા એક્શન ફિલ્મ બનાવી રહ્યા છે. રણવીરને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી છે અને તેણે ફિલ્મ સાઈન પણ કરી લીધી હોવાનું કહેવાય છે.  ફિલ્મના અન્ય સહકલાકારોની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ફિલ્મનું શૂટિંગ આગામી એપ્રિલથી શરુ થઈ શકે છે. આદિત્ય ધરની શૈલી પ્રમાણે આ ફિલ્મ પણ કોઈ સ્પેશ્યલ ઓપરેશન પર હોઈ શકે છે.  આદિત્ય ધર આ પહેલાં 'ઉરી ધી સર્જિકલ સ્ટ્રાઈક' ફિલ્મ બનાવી ચૂક્યા છે. રણવીર આ ફિલ્મનું શૂટિંગ હાથ ધર્યા બાદ ફરહાન અખ્તરની 'ડોન થ્રી'નું શૂટિંગ હાથ ધરશે. તે પછી રણવીર 'શક્તિમાન'નો પ્રોજેક્ટ હાથ ધરશે એમ માનવમાં આવે છે.