રવીનાની દીકરી રાશા સાઉથમાં રામચરણની હિરોઈન બનશે
October 02, 2023

મુંબઈ: બોલીવૂડમાં નેપોટિઝમના આક્ષેપો થતા રહે છે જોકે તેનાથી બોલીવૂડના સ્ટાર્સ તથા નિર્માતાઓને કોઈ ફરક પડતો નથી. વિતેલાં વર્ષોની અભિનેત્રી રવીના ટંડનની દીકરી રાશાની હજુ પહેલી ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ તેને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. તે સાઉથની એક ફિલ્મમાં 'આરઆરઆર'ના હીરો રામચરણની હિરોઈન બનવાની છે. રાશા અજય દેવગણના ભાણેજ અમન દેવગણની ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ પ્રોજેક્ટ આગળ વધે તે પહેલાં તેને તેલુગુમાં રામચરણ સામે એક ફિલ્મ મળી છે. આ ફિલ્મને હાલ આરસી૧૬ એવું કામચલાઉ ટાઈટલ અપાયું છે. આ ફિલ્મ સ્પોર્ટસ આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મ વિશે આજકાલમાં સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે. આ ફિલ્મના અન્ય કલાકારોમાં વિજય સેતુપતિનો પણ સમાવેશ થાય છે. રાશા આ ફિલ્મ માટે આગામી જાન્યુઆરી ૨૦૨૪થી શૂટિંગ શરુ કરી શકે છે તેવા અહેવાલો છે. રાશાના લૂક ટેસ્ટ તથા ઓડિશન હાલમાં જ થઈ ચૂક્યાં છે. હજુ એક પણ ફિલ્મ રીલીઝ થાય તે પહેલાં જ રાશા ઓલરેડી સોશિયલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે. તેના ફોટા તથા વીડિયોને લાખો લાઈક્સ મળે છે. નજીકના ભવિષ્યમાં જ તે સુહાના ખાન તથા ખુશી કપૂર જેવી અન્ય સ્ટારકિડઝ સામે સ્પર્ધા કરતી જોવા મળી શકે છે.
Related Articles
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ્મ માટે સલમાનને ઉતાવળ
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ...
May 10, 2025
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
Trending NEWS

સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ...
10 May, 2025

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ...
10 May, 2025