જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ

March 25, 2025

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સોમવારે દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફરની કેન્દ્ર સરકારને ભલાણ કરી છે. જોકે, સુપ્રીમના આ દેશના વિરોધમાં અલ્લાહાબાદ બાર એસોશિએસનના વકીલો મંગળવારથી અનિશ્ચિત કાળની હડતાળ પર ઉતરી ગયા છે. જસ્ટીસ વર્મા તેમના સત્તાવાર નિવાસ્થાનેથી જંગી રોકડ મળી આવવાના કિસ્સામાં તપાસનો સામનો કરી રહ્યા હતા. તેમની પાસેથી ન્યાયિક કામગીરી છીનવી લેવાઈ છે અને તેમના મૂળ સ્થાન અલ્હાબાદ હાઇકોર્ટમાં તેમને પરત મોકલી દેવાનો આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર તેમની ટ્રાન્સફરની ભલામણ કેન્દ્રને મોકલવામાં આવી તે જણાવાયું છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક ૨૦ અને ૨૪ માર્ચના રોજ કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માને તેઓ આવ્યા હતા ત્યાંથી અલ્હાબાદ હાઇકોર્ટમાં પરત મોકલવાની ભલામણ કરવામાં આવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ વર્માને કોલેજિયમે અલ્હાબાદ હાઇકોર્ટમાં પરત મોકલવાની ભલામણ કરી છે. જો કે અલ્હાબાદ હાઇકોર્ટના બાર એસોસિયેશને સુપ્રીમની દરખાસ્તનો ભારે વિરોધ કર્યો છે. બાર એસોસિયેશનના વડા અનિલ તિવારીએ મુખ્ય ન્યાયાધીશને આગ્રહ કર્યો છે કે જસ્ટિસ યશવંત વર્માને અલ્હાબાદ જ હાઇકોર્ટ નહીં બીજી કોઈપણ કોર્ટમાં ટ્રાન્સફર ન કરાવવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ કોર્ટ ડસ્ટબીન નથી.  સુપ્રીમ કોર્ટે ૨૧ માર્ટના રોજ જણાવ્યું હતું કે દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી કે ઉપાધ્યાયે ન્યાયાધીશ વર્મા સામે ઇન-હાઉસ તપાસ શરુ કરી હતી અને તેમની ટ્રાન્સફર કરવામાં આવી તે અલગ જ દરખાસ્ત છે. તેને આ તપાસ સાથે કશું લાગતું વળગતું નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયાધીશ વર્માના નિવાસ્થાને બેલી ઘટનાને લઈને  દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.