10 ટકા ટેરિફ હટાવે અમેરિકા, ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પને ભારત સરકારનો સ્પષ્ટ જવાબ
June 08, 2025

ભારતે 10% બેઝલાઇન ટેરિફ હટાવવા અમેરિકા પર વધાર્યું દબાણ
બેંગલુરૂ : ભારત અને અમેરિકા વચ્ચે અર્લી હાર્વેસ્ટ ટ્રેડ એગ્રીમેન્ટની દિશામાં ચાલી રહેલી વાટાઘાટોમાં 10% બેઝલાઇન આયાત ટેરિફનો મુદ્દો સૌથી પ્રમુખ મુદ્દો બની ગયો છે. આ ટેરિફ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા 2 એપ્રિલના રોજ તમામ દેશોની આયાત પર લગાવવામાં આવ્યો હતો. હવે ભારત ઈચ્છે છે કે અમેરિકા આ ટેરિફને સંપૂર્ણપણે હટાવી લે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાટાઘાટકારોએ સ્પષ્ટ કરી દીધું છે કે, 'અમે બ્રિટિશ મોડેલને સ્વીકારવાના પક્ષમાં નથી, જેમાં યુએસ અને યુકે વચ્ચે કરાર હોવા છતાં બ્રિટિશ માલ પર બેઝલાઇન ટેરિફ ચાલુ છે.'
ભારત તરફથી વાટાઘાટોમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે, 'ભારતે અમેરિકાને વિનંતી કરી છે કે, 10% બેઝલાઇન ટેરિફની સાથે-સાથે 9 જુલાઈથી પ્રસ્તાવિત વધારાના 16% ટેરિફને પણ સંપૂર્ણપણે હટાવવામાં આવે. આદર્શ સ્થિતિમાં કરાર પછી બંને ટેરિફ (10% અને વધારાનો 16%) એકસાથે ખતમ કરવો જોઈએ. જો આવું ન થાય તો ભારતને પણ સમાન અને પ્રમાણસર ટેરિફ જાળવી રાખવાનો અધિકાર રહેશે.'
આ નિવેદન 13 ફેબ્રુઆરીએ વોશિંગ્ટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનના આધારે આપવામાં આવ્યું હતું, જેમાં "Mission-500" હેઠળ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. અન્ય એક અધિકારીએ ભારતના વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, માત્ર એ જ કરાર લાંબા ગાળા સુધી ટકાઉ રહી શકે છે જે સંતુલિત અને પરસ્પર ફાયદાકારક હોય. અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે અને ભારત સૌથી ઝડપથી વિકસતું પ્રમુખ અર્થતંત્ર છે. તેથી બંને દેશો વચ્ચેનો વેપાર કરાર ન્યાયી, સમાન અને લોકોને સ્વીકાર્ય હોવો જોઈએ. ભારતનું માનવું છે કે, 'બંને દેશોના વ્યાપારિક હિતો સ્પર્ધાત્મક નથી પરંતુ પરસ્પર પૂરક છે. તેથી ભારત અમેરિકન માલસામાનને વધુ બજાર ઍક્સેસ આપવા માટે તૈયાર છે, જોકે, શરત એટલી જ છે કે અમેરિકા પણ સમાન ભાવના સાથે જવાબ આપે.' યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના સહાયક બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક અમેરિકન વાટાઘાટ ટીમ 4 જૂને દિલ્હી આવી હતી. આ પાંચમી વખત છે જ્યારે બંને દેશોના વાટાઘાટકારો આમને-સામને વાતચીત કરી રહ્યા છે. પહેલા આ મુલાકાત બે દિવસની થવાની હતી, પરંતુ હવે તે 10 જૂન સુધી ચાલશે. વાટાઘાટોના આ રાઉન્ડમાં ટેરિફ સહિતના ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ આગામી રાઉન્ડ અમેરિકામાં થશે.
Related Articles
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવા...
Jul 07, 2025
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર...
Jun 23, 2025
ચાંદીના ભાવ સાતમાં આસમાને, 1,05,500ની નવી ટોચ બનાવી
ચાંદીના ભાવ સાતમાં આસમાને, 1,05,500ની નવ...
Jun 17, 2025
મે મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને 21.88 અબજ ડોલર થઇ
મે મહિનામાં ભારતની વેપાર ખાધ ઘટીને 21.88...
Jun 17, 2025
ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સેટેલાઈટ ઇન્ટરનેટને મળ્યું લાયસન્સ!
ભારતમાં ઇલૉન મસ્કની Starlinkને મંજૂરી, સ...
Jun 06, 2025
અમદાવાદમાં દેશભક્તિની થીમ પર IPLનો સમાપન સમારોહ: લેઝર શૉનું આયોજન
અમદાવાદમાં દેશભક્તિની થીમ પર IPLનો સમાપન...
Jun 03, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025