આમિર ખાન મિસ્ટરી વુમનના પ્રેમમાં હોવાના અહેવાલ, 59ની વયે ત્રીજા લગ્નની તૈયારી!

February 01, 2025

બોલિવૂડ મિસ્ટર પરફેક્શન આમિર ખાનની પ્રોફેશનલ જર્ની શાનદાર રહી છે. પરંતુ પર્સનલ લાઈફમાં એક્ટરને ખૂબ જ ઉતાર- ચઢાવનો સામનો કરવો પડ્યો છે. આમિર ખાનના બે લગ્ન તૂટી ગયા છે. પરંતુ હવે ફરી એકવાર આમિર પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં જોવા મળ્યા છે.  રિપોર્ટ પ્રમાણે આમિર ખાનને બેંગ્લુરુમાં રહેતી મિસ્ટરી વુમન સાથે પ્રેમમાં છે. તેમજ આમિર પરિવારને પણ આ છોકરીનો પરિચય કરાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આમિર ખાન સિરિયસલી આ મિસ્ટરી વુમન સાથે રિલેશનશીપમાં છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ફિલ્મફેરના રિપોર્ટ પ્રમાણે  59  વર્ષીય આમિર ખાન મિસ્ટરી વુમન સાથે સિરિયસલી સંબંધમાં છે. બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આમિરની નવી પ્રેમિકા બેંગ્લોરની છે. આપણે તેમની પ્રાઈવસીનું પણ ધ્યાન રાખવું  જોઈએ અને તેમની અંગત વિગતો જાહેર ન કરવી જોઈએ. આમિરે હાલમાં જ આખા પરિવારને તેની નવી પ્રેમિકાનો પરિચય કરાવ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દરેક સભ્યો સાથે મુલાકાત ખૂબ સારી રહી હતી. આમિરના લગ્ન જીવનની વાત કરીએ તો, તેણે પહેલા લગ્ન 1986 માં રીના દત્તા સાથે કર્યા હતા. આ લગ્નથી આમિરને બે બાળકો છે - આયરા અને જુનૈદ. પરંતુ 2002 માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ પછી આમિરે 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા. આ લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંનેએ 2021 માં છૂટાછેડાની જાહેરાત કરી. આ લગ્નથી આમિરને એક પુત્ર આઝાદ છે. હવે આમિર ત્રીજી વખત લગ્ન કરશે કે નહીં, તે અંગે તો માત્ર અભિનેતા જ કહી શકે છે, કારણ કે હજુ સુધી તેણે તેના સંબંધોના સમાચારની પુષ્ટિ કરી નથી.