મુંબઈની ખાનગી હોસ્પિટલમાં થઈ રિષભ પંતની સર્જરી, તેજીથી રિકવરી

January 07, 2023

મુંબઈ- ભારતના સુપરસ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું 30 ડિસેમ્બરના રોજ દિલ્હીથી રુરકી જતા અકસ્માત થયો હતો. જેનાથી તેમના માથા પર અને ઘૂંટણ પર ઈજા પહોંચી હતી. વધુ સારવાર માટે તેમને દહેરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યા હતા.

હવે પંતના ફેન્સ માટે મોટી ખુશખબરી સામે આવી છે.  ભારતીય ટીમના ફેન્સ માટે મોટી ખુશખબરી સામે આવી છે. ક્રિકેટર રિષભ પંતની ઘૂંટણની સર્જરી ગઈકાલે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. તે હાલ મેડિકલ ટીમની નજર હેઠળ છે અને તેજીથી રિકવર થઈ રહ્યાં છે. શુક્રવારે સવારે અંદાજે 10.30 કલાકે ડો.પાર્ડીવાલા અને તેમની ટીમે રિષભ પંતનું ઓપરેશન કર્યુ હતું, જે અંદાજે બેથી ત્રણ કલાક ચાલ્યુ હતું.