ઋતુરાજ ગાયકવાડે એક જ ઓવરમાં 7 સિક્સર ફટકારી રચ્યો ઈતિહાસ

November 29, 2022

વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પણ ઋતુરાજ ગાયકવાડનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. મહારાષ્ટ્રના કેપ્ટને યુપી સામે અણનમ 220 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઋતુરાજ ગાયકવાડે સોમવારે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં તેણે યુપી સામે 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા હતા. જેમાં 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. તેણે એક જ ઓવરમાં 7 છગ્ગા સહિત 43 રન બનાવ્યા હતા. આ કારણે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 5 વિકેટે 330 રનનો સારો સ્કોર બનાવ્યો છે.

ટૂર્નામેન્ટની છેલ્લી 8 ઇનિંગ્સમાં ઋતુરાજની આ છઠ્ઠી સદી છે. આ પરથી તેના શ્રેષ્ઠ ફોર્મનો અંદાજ લગાવી શકાય છે. તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મહત્વનો ભાગ રહ્યો છે. 25 વર્ષીય ઋતુરાજની લિસ્ટ-એ કરિયરની આ 13મી સદી છે.