અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં સરેમાં ભારતના રાજદૂતને કાર્યક્રમમાં જવા ન દીધા

March 21, 2023

ટોરેન્ટો: કેનેડાના બ્રિટિશ કોલંબિયા સ્થિત સરેમાં યોજાએલા એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના રાજદૂત સંજયકુમાર વર્માને આમંત્રણ હતું, પરંતુ ખાલીસ્તાનવાદી નેતા અમૃતપાલ સિંહની ભારતમાં ધરપકડ થઈ છે તેવી અફવા તે સમયે વહેતી થતાં આશરે ૨૦૦ જેટલા શિખો તે કાર્યક્રમ સ્થળ 'તાજ-પાર્ક-કન્વેન્શન સેન્ટર'ની બહાર કાર્યક્રમ પહેલાં જ બેથી ત્રણ કલાકે જમા થઈ ગયા હતા. તે પૈકી ઘણા પાસે ખુલ્લી તલવારો હતી. આથી કેનેડાની જગવિખ્યાત માઉન્ટેડ પોલીસે સંજયકુમારને તે તરફ પણ ન જવા સલાહ આપી હતી તેથી તેઓતે સ્થળથી જ પાછા ફરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અત્યારે જેને શોધવા પંજાબ અને કેન્દ્ર સરકાર મથી રહી છે. તેને માટે તેવી લીગલ ટીમે તેવો દાવો કર્યો હતો કે, અમૃતપાલને પોલીસે પકડયો છે, પણ તેને કોર્ટમાં રજૂ કરતી નથી. આ વિધાનો કેનેડા પહોંચતા ત્યાં સ્થાયી થયેલા શિખોનો ગુસ્સો ભભૂકી ઉઠયો હતો અને તે કન્વેન્શન સેન્ટર બહાર તેઓ ટોળાબંધ જમા થઈ ગયા હતા. જે કેનેડાની વિખ્યાત માઉન્ટેડ પોલીસને વિખેરવા ઘણી મુશ્કેલી પડી હતી. 'ફ્રેન્ડઝ ઓફ ઈન્ડિયા એન્ડ કેનેડા ફાઉન્ડેશન' પ્રમુખ મનીન્દર ગીલ આ ઘટનાથી ઘણાં જ વ્યથિત થયા હતા અને કહ્યું હતું કે દેશમાં હાઈકમિશ્નરની વ્યક્તિને પણ રક્ષણ આપી શકાતું નથી તે ઘણી જ શરમજનક બાબત છે.