‘સાંઇ બાબા મુસ્લિમ', મંદિરોમાંથી હટાવાઇ સાંઇ બાબાની મૂર્તિ

October 02, 2024

અધ્યાત્મિક નગરી વારાણસીમાં મંદિરોમાં સ્થાપિત સાંઇ બાબાની મૂર્તિનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠનો મંદિરોમાંથી સાંઈ બાબાની મૂર્તિઓ હટાવી રહ્યા છે. હિંદુ સંગઠનોનો દાવો છે કે 14 મંદિરોમાંથી મૂર્તિઓ હટાવવામાં આવી છે અને ઘણા મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવવાની બાકી છે. તેઓ કહે છે કે સાઈ બાબા મુસ્લિમ સંત હતા અને તેમનું નામ ચાંદ બાબા છે. સનાતન ધર્મમાં તેમની પૂજા કરી શકાતી નથી.

વારાણસીમાં સાંઈ બાબાની પ્રતિમાને લઈને ફરી વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભા નામની સંસ્થા મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવી રહી છે. સનાતન રક્ષક દળ પણ આ અભિયાનમાં જોડાયું છે. આ અભિયાન રવિવારની મોડી રાતથી શરૂ કરવામાં આવ્યું છે. તેની શરૂઆત બડા ગણેશ મંદિરથી થઈ હતી. સાંઈ બાબાની મૂર્તિ અહીંથી હટાવી દેવામાં આવી કે તેઓ ચાંદ બાબા છે અને સનાતનમાં તેમની પૂજા ન થઈ શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.