સૈફ અલીનો પુત્ર ઈબ્રાહિમ વિવાદોમાં! ‘નાદાનિયા’ ફિલ્મ અંગે પાકિસ્તાની ક્રિટિક સાથે ચણભણ
March 15, 2025

ફિલ્મ જગતથી હવે અમુક નવા કલાકાર પડદા પર પોતાની ઓળખ બનાવવા સામે આવી રહ્યાં છે. ઘણા મોટા સ્ટારકિડ્સ પણ હવે એક્ટર્સ તરીકે ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. આવા જ એક સ્ટારકિડ્સના ડેબ્યૂનો ઈન્તેજાર ચાહકો ઘણાં સમયથી કરી રહ્યા હતા જેનું નામ ઈબ્રાહિમ અલી ખાન છે. સૈફ અલી ખાન બાદ લોકો તેના પુત્રને એક્ટિંગના વારસાને આગળ લઈ જતાં જોવા ઈચ્છતાં હતાં. જોકે આવું થતું દેખાતું નથી. દર્શકોને નાદાનિયાં ફિલ્મ ખાસ પસંદ આવી નથી. ખુશી કપૂર અને ઈબ્રાહિમની એક્ટિંગ પર લોકો ઘણા પ્રકારના સવાલ ઉઠાવી રહ્યાં છે. આ દરમિયાન એક્ટર તરીકે ડેબ્યૂ કરનાર ઈબ્રાહિમ અલી ખાન અને પાકિસ્તાની ફિલ્મ ક્રિટિકની ચેટનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને વચ્ચે ચડભડ થતી જોવા મળી રહી છે. ચેટમાં અભિનેતા તે ક્રિટિકને ધમકાવતો હોય તેવું લાગે છે. વાઈરલ થઈ રહેલા સ્ક્રીનશોટને જોઈને લાગી રહ્યું છે કે અભિનેતા પોતાની પહેલી ફિલ્મ બાદથી ચર્ચામાં આવી ગયો છે. પાકિસ્તાની ફિલ્મ સમીક્ષક તમૂર ઈકબાલે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ઈબ્રાહિમ અલી ખાન સાથેની એક ચેટનો ફોટો શેર કર્યો હતો. આ ચેટમાં ઈબ્રાહિમ નાદાનિયાં ફિલ્મ અંગે પાકિસ્તાની ક્રિટિકે કરેલા રિવ્યૂનો જાણે ગુસ્સામાં જવાબ આપતો હોય તેવું લાગે છે.
Related Articles
દસ વર્ષના ગેપ બાદ ઈમરાને નવી ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું
દસ વર્ષના ગેપ બાદ ઈમરાને નવી ફિલ્મનું શૂ...
Apr 21, 2025
સામંથા બોયફ્રેન્ડ દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે તિરુપતિ દર્શને
સામંથા બોયફ્રેન્ડ દિગ્દર્શક રાજ નિદિમોરુ...
Apr 21, 2025
આમિરની સિતારે ઝમીન પર 20 જૂને રજૂ કરવાનું પ્લાનિંગ
આમિરની સિતારે ઝમીન પર 20 જૂને રજૂ કરવાનુ...
Apr 19, 2025
હિન્દી સિનેમા જગતમાં મને કામ ન મળ્યું, જાણીતી ટીવી એક્ટ્રેસનું આખરે દર્દ છલકાયું
હિન્દી સિનેમા જગતમાં મને કામ ન મળ્યું, જ...
Apr 19, 2025
મારા નામનું મંદિર છે - બૉલિવૂડ અભિનેત્રીના નિવેદનથી હોબાળો, સંતોએ કહ્યું માફી માંગો
મારા નામનું મંદિર છે - બૉલિવૂડ અભિનેત્રી...
Apr 19, 2025
Trending NEWS

35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલ...
23 April, 2025

પહલગામમાં આતંકી હુમલા પર ટ્રમ્પનું નિવેદન, અમેરિકા...
23 April, 2025

ખાલિસ્તાની હેપ્પી પાસિયા અમેરિકામાં પણ હુમલા કરાવત...
23 April, 2025

વિરાટ કોહલી, નીરજ ચોપરા, સિંધુ, સાઈના નહેવાલે પહેલ...
23 April, 2025

પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ...
23 April, 2025

આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પછી વાધવનથી...
23 April, 2025

પહલગામ આતંકી હુમલો : અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને...
23 April, 2025

પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતી...
23 April, 2025

પહેલગામ ફરવા ગયેલા સુરતના એક વ્યક્તિનું મોત
22 April, 2025

આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમ...
22 April, 2025