છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની કાંતારા ચેપ્ટર-1, જાણો બોક્સ ઓફિસ કલેક્શન
October 27, 2025
'કાંતારા ચેપ્ટર 1' બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. 'કાંતારા ચેપ્ટર 1' પહેલા જ અઠવાડિયામાં આ વર્ષની કેટલીક મોટી ફિલ્મોને પાછળ પાડી દીધી છે. તો હવે 'કંતારા ચેપ્ટર 1' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મને પાછળ છોડી ગઈ છે. 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિક્કી કૌશલ અને રશ્મિકા મંદન્નાની 'Chhaava'એ વિશ્વભરમાં રુપિયા 807 કરોડ નું કલેક્શન કર્યુ હતું.
આ વર્ષે રિલીઝ થયેલી બીજી કોઈ ફિલ્મ તેની બરાબરી કરી શક્યું નથી. પરંતુ, 'કંતારા ચેપ્ટર 1' એ આ ગેમ સંપૂર્ણપણે બદલી નાખી. 'કંતારા ચેપ્ટર 1' એ વિશ્વભરમાં રુપિયા 818 કરોડની કમાણી કરી છે.
'કંતારા ચેપ્ટર 1' જ્યારે રિલીઝ થઈ ત્યારે શરૂઆતના થોડા દિવસો સુધી કન્નડ વર્ઝન દ્વારા કમાણીમાં સિંહફાળો રહ્યો હતો. એ પછી હિન્દી પ્રેક્ષકોએ દ્વારા પણ મોટો સિંહ ફાળો રહ્યો. ફિલ્મે હિન્દી માર્કટમાં જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે અહેવાલ આપ્યો છે કે, 'કાંતારા ચેપ્ટર 1' નું હિન્દી વર્ઝન 200 કરોડ ક્લબમાં સામેલ થયું છે. તે વર્ષની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
હવે 'સૈયારા' અને 'છાવા' બે ફિલ્મો તેની ઉપર છે. કન્નડ ફિલ્મ હોવા છતાં ફિલ્મનું હિન્દી ડબ વર્ઝન મોટી કમાણી કરી રહ્યું છે.
'કાંતારા ચેપ્ટર 1' ઓક્ટોબરની શરૂઆતમાં રિલીઝ થઈ હતી. એવું પણ નથી કે, આખો મહિનો કોઈ મોટી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ નથી થઈ કે જેથી 'કાંતારા ચેપ્ટર 1' ને કોઈ સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હોય. આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદન્નાની 'થામા' અને હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવાની 'એક દીવાને કી દીવાનીયાત' પણ દિવાળી દરમિયાન રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મો પણ સારી કમાણી કરી રહી છે, પરંતુ આ 'કાંતારા ચેપ્ટર 1' ની રફતારની તોડી શક્યા નહીં.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
04 December, 2025
04 December, 2025
04 December, 2025
04 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025