સેન્સેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે ટ્રેડેડ, જાણો શેર્સની સ્થિતિ

August 27, 2024

વૈશ્વિક બજારોના સથવારે આજે શેરબજારમાં ફ્લેટ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ખુલ્યા બાદ નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 10.06 વાગ્યે સેન્સેક્સ 94.22 પોઈન્ટ અને નિફ્ટી 19.85 પોઈન્ટ સુધારે કારોબાર થઈ રહ્યો છે. 

ઈઝારયલ અને હેઝબુલ્લા વચ્ચે વધતો તણાવ તેમજ અમેરિકી શેરબજારમાં ઘટાડાના પગલે એશિયન બારોમ પણ મિક્સ ટોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ અને નિફ્ટી તેની રેકોર્ડ ટોચ નજીક પહોંચવા સતત પ્રયત્નશીલ બન્યા છે. ગઈકાલે નિફ્ટીએ 25000ના લેવલે બંધ આપી રોકાણકારોને તેજીનો સંદેશ આપ્યો છે.

આજે બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 203 શેર્સ વર્ષની ટોચે અને 16 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 163 શેર્સમાં અપર સર્કિટ અને 71 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. બીએસઈ ખાતે કુલ 3364  ટ્રેડેડ શેર્સ પૈકી 2012માં સુધારો અને 1231માં ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હોવાનો સંકેત આપે છે. એનએસઈ ખાતે તેનાથી વિપરીત નિફ્ટી50ની 31 સ્ક્રિપ્સ ઘટાડે અને 19 સ્ક્રિપ્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહી હતી.

નિફ્ટી50 ખાતે 10.13 વાગ્યા સુધી શેર્સની સ્થિતિ

 

શેર છેલ્લો ભાવ સુધારો
LT 3698.6 1.56
CIPLA 1617 1.45
INFY 1896 1.06
SUNPHARMA 1784.95 0.71
HCLTECH 1730.1 0.62
શેર છેલ્લો ભાવ ઘટાડો
BPCL 344.65 -1.85
JSWSTEEL 953.25 -1.06
TATAMOTORS 1085 -0.68
KOTAKBANK 1800.6 -0.66
EICHERMOT 4843.6 -0.65