'મહાભારત'ના શકુની મામાની તબિયત લથડી, 78 વર્ષના ગૂફી પેન્ટલ હોસ્પિટલમાં દાખલ
June 04, 2023

બીઆર ચોપરાની ફેમસ ટીવી સીરિયલ 'મહાભારત'માં શકુની મામાની ભૂમિકા ભજવનાર એક્ટર ગૂફી પેન્ટલ હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતાની અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હવે તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. ગૂફી પેન્ટલે શકુનીના પાત્રમાં તેના જોરદાર અભિનયથી પ્રાણ ફૂંક્યા. તેમણે ઘણી ફિલ્મો અને સીરિયલ્સમાં પણ કામ કર્યું છે, પરંતુ આજે પણ લોકો તેને શકુની મામાના નામથી જ ઓળખે છે.
અભિનેતા ગૂફી પેન્ટલની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે સમાચાર આવી રહ્યા છે કે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તબીબોનું કહેવું છે કે ગઈ કાલે તબિયત ખરાબ હતી, પરંતુ હવે થોડો સુધારો છે.
તમને જણાવી દઈએ કે અભિનેત્રી ટીના ઘાઈએ ગૂફી પેન્ટલની સ્થિતિને લઈને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં અભિનેતાની તબિયત વિશે જણાવવામાં આવ્યું હતું. પોસ્ટ શેર કરતી વખતે ટીનાએ લોકોને તેના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
Related Articles
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ્મ માટે સલમાનને ઉતાવળ
બજરંગી ભાઈજાન ટૂને બદલે ગલવાન વેલીની ફિલ...
May 10, 2025
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ વધાવ્યો, ભારતીય સૈન્યની બહાદુરીના કર્યા વખાણ
Operation Sindoorને બોલિવૂડ સેલિબ્રિટીએ...
May 07, 2025
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ રાજન, જાણો હવે કેવી છે હાલત
અકસ્માત બાદ ICUમાં દાખલ છે સિંગર પવનદીપ...
May 06, 2025
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
Trending NEWS

10 May, 2025

10 May, 2025