જેલભેગા કરીશું..', સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમનું મોટું નિવેદન
October 04, 2024

સોમનાથ- સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં મેગા ડિમોલિશનની કામગીરીનો મુદ્દો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ બુલડોઝરની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલી અવમાનની અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, 'જો અમારા આદેશનું ઉલ્લંઘન કરશો તો દોષિત અધિકારીઓને જેલભેગા કરીશું.' કોર્ટે યથાસ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધી છે. આ ઉપરાંત કોર્ટે દરગાહ સહિત અનેક ગેરકાયદે બાંધકામો અને દબાણો પર બુલડોઝ ફેરવવાની કાર્યવાહી અંગે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 16મી ઑક્ટોબરે હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું કે, 'આ કેસ વર્ષ 2003થી ચાલી રહ્યો છે.' મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં અવમાનની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અરજીમાં દરગાહ માંગરોળ શાહ બાબા, ઈદગાહ, પ્રભાસ પાટણ, વેરાવળ, ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોને કથિત ગેરકાયદે ગણાવી તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.'
સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા દાખલ કરાયેલી અરજીમાં સુપ્રીમ કોર્ટના 17મી સપ્ટેમ્બરના આદેશનું અનાદર કરવા બદલ ગુજરાતના અધિકારીઓ સામે અવમાનની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, જેમાં તેની પૂર્વ પરવાનગી વિના ધાર્મિક સ્થળો પર બુલડોઝરની કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂકવાની સૂચના આપવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે તેનો આદેશ ન તો જાહેર સ્થળો પર સ્થિત ગેરકાયદે બાંધકામો જેમ કે રસ્તાઓ, ફૂટપાથ અથવા જળાશયો પર લાગુ થશે કે ન તો કોર્ટ દ્વારા તોડી પાડવા માટે આદેશ આપવામાં આવેલા બાંધકામોને લાગુ પડશે.
Related Articles
ઑસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વિરુદ્ધ લોકો રસ્તા પર, ભારતીયોને પણ નિશાને લેવાયા
ઑસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વિરુદ્ધ લોકો રસ...
Aug 31, 2025
કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ
કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ ખુલ્યા શારદા ભ...
Aug 31, 2025
બિહારમાં ચૂંટણી પંચ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરશે
બિહારમાં ચૂંટણી પંચ મતદારોને નવા મતદાર ઓ...
Aug 31, 2025
અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ, ભાર...
Aug 31, 2025
50% ટેરિફથી ભારતના તમિલનાડુમાં નોકરીઓ અને કાપડ ઉદ્યોગ પર જોખમ
50% ટેરિફથી ભારતના તમિલનાડુમાં નોકરીઓ અન...
Aug 31, 2025
લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા
લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમા...
Aug 31, 2025
Trending NEWS

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025