50% ટેરિફથી ભારતના તમિલનાડુમાં નોકરીઓ અને કાપડ ઉદ્યોગ પર જોખમ
August 31, 2025

દિલ્હી : અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરવામાં આવેલા 50% ટેરિફથી ઘણા ઉદ્યોગોને અસર થઈ છે, જેમાં કાપડ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ ટેરિફના કારણે એકલા તમિલનાડુને જ રૂ. 34,000 કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે.
આ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા આ બમણા ટેરિફથી રાજ્યની અર્થવ્યવસ્થાને $3.93 બિલિયન (આશરે રૂ. 34,600 કરોડ)નું ભારે નુકસાન થઈ શકે છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને તેનાથી સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે.
અમેરિકાએ ભારતીય વસ્તુઓ પર લગાવેલા બમણા ટેરિફને કારણે તમિલનાડુના નિકાસકારોમાં ભારે ચિંતા પ્રસરી છે, કારણ કે અમેરિકા તેમના માટે એક મોટું બજાર છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, તમિલનાડુના કુલ નિકાસનો 31% હિસ્સો અમેરિકાનો હતો, જે ભારતીય રાષ્ટ્રીય સરેરાશ (20%) કરતાં ઘણો વધારે છે. આ નવા ટેરિફને કારણે ઘણા ઓર્ડર રદ થયા છે અને તમિલનાડુનો નિકાસ બિન-સ્પર્ધાત્મક બન્યો છે. ખાસ કરીને કાપડ, મશીનરી, જેમ્સ અને જ્વેલરી તેમજ ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રોમાં તેની સૌથી વધુ અસર જોવા મળી છે.
અમેરિકન ટેરિફને કારણે તમિલનાડુમાં નોકરીઓ પર મોટો ખતરો ઉભો થયો છે. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા અનુસાર, આ ટેરિફના કારણે વિવિધ ક્ષેત્રોમાં 13%થી 36% સુધી નોકરીઓ જઈ શકે છે.
આ ટેરિફના કારણે ખાસ કરીને કાપડ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થયો છે. ગાઇડન્સ તમિલનાડુના અંદાજ મુજબ, આ એકલા ક્ષેત્રને જ $1.62 બિલિયન (અંદાજે ₹14,279 કરોડ) થી વધુનું નુકસાન થવાની સંભાવના છે.
Related Articles
ઑસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વિરુદ્ધ લોકો રસ્તા પર, ભારતીયોને પણ નિશાને લેવાયા
ઑસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન વિરુદ્ધ લોકો રસ...
Aug 31, 2025
કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ
કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ ખુલ્યા શારદા ભ...
Aug 31, 2025
બિહારમાં ચૂંટણી પંચ મતદારોને નવા મતદાર ઓળખ કાર્ડ જાહેર કરશે
બિહારમાં ચૂંટણી પંચ મતદારોને નવા મતદાર ઓ...
Aug 31, 2025
અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ, ભારત સરકારનો મોટો નિર્ણય
અમેરિકા માટે તમામ પોસ્ટલ સર્વિસ બંધ, ભાર...
Aug 31, 2025
લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા
લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમા...
Aug 31, 2025
પૂંછમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓની ધરપકડ કરી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત
પૂંછમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓની ધરપક...
Aug 31, 2025
Trending NEWS

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025