કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ ખુલ્યા શારદા ભવાની મંદિરના કપાટ
August 31, 2025
બડગામ : જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં શારદા ભવાની મંદિર ત્રણ દાયકાથી વધુ સમય બાદ ફરીથી ખુલ્યું છે. આ પ્રસંગે સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી છે. 1990ના દાયકામાં ભયાનક આતંકવાદ ફેલાયો હતો, ત્યારબાદ કાશ્મીરી પંડિત પરિવારોનો એક સમૂહ પહેલીવાર પોતાના વતન પરત ફર્યો છે.
શારદા ભવાની મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિઓ કરવામાં આવી છે. મંદિરના અધ્યક્ષ સુનીલ કુમાર ભટ્ટે જણાવ્યું કે, ‘આ મંદિર પાકિસ્તાનમાં આવેલા શારદા માતા મંદિરની એક શાખા છે. અમે લાંબા સમયથી આ મંદિરને ફરીથી ખોલવા માંગતા હતા અને સ્થાનિક મુસ્લિમ સમુદાય પણ આ જ ઈચ્છતો હતો. તેઓ નિયમિતપણે અમને અહીં આવીને મંદિરની ફરી સ્થાપના કરવા માટે કહેતા હતા.’
સુનીલ કુમાર ભટ્ટના જણાવ્યા અનુસાર, સરકારી યોજનાના પેકેજ હેઠળ કામ કરતા કેટલાક કાશ્મીરી પંડિતોએ આ મંદિરનું સમારકામ કર્યું. જૂનું મંદિર જર્જરિત થઈ ગયું હોવાથી જિલ્લા પ્રશાસન સાથે મળીને એક નવા મંદિરના નિર્માણ માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સફાઈ અને જીર્ણોદ્ધાર વખતે ત્યાંથી એક શિવલિંગ પણ મળ્યું હતું, જેને નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ સ્થાનિક મુસ્લિમ સમુદાયના સમર્થન વગર શક્ય નહોતો.
એક સ્થાનિક મુસ્લિમ વૃદ્ધે કહ્યું કે, ‘આ લોકો અમારા જ ગામના નિવાસી છે. પરિસ્થિતિ બગડતા પહેલાં અમે સાથે રહેતા અને સાથે જ ખાતા-પીતા હતા. જો તેમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમે તેમની મદદ માટે હાજર છીએ. કાશ્મીર ઘાટી પંડિતોની જન્મભૂમિ છે અને બંને સમુદાયના લોકો એકસાથે મોટા થયા છીએ.
Related Articles
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત...
Jul 06, 2026
Trending NEWS
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026