ટાઈગર વર્સિસ પઠાણ માટે સિદ્ધાર્થ આનંદની ફી 40 કરોડ

June 03, 2023

મુંબઇ : સિદ્ધાર્થ આનંદને 'ટાઈગર વર્સિસ પઠાણ'ના દિગ્દર્શન માટે ૪૦ કરોડની ફી ઓફર થઈ છે. આ સાથે તે બોલીવૂડનો સૌથી મોંઘો ડાયરેક્ટર બની ગયો છે. અત્યાર સુધીમાં કોઇ પણ બેનરે કોઇ પણ ડાયરેકટરને આટલી બધી ફી આપી નથી. પરંતુ સિદ્ધાર્થ આનંદે સતત ધમાકેદાર મનોરંજન ફિલ્મ આપી હોવાથી તેને નિર્માતા તગડી મોં માગી કિંમત ચૂકવવા તૈયાર છે. 'ટાઈગર વર્સિસ પઠાણ'માં સલમાન ખાન અને શાહરુખ ાન એમ બંનેની ફૂલફલેજ્ડ સમાંતર ભૂમિકાઓ છે. આ ઉપરાંત ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા કૈટરીના કૈફ પણ હોઈ શકે છે. આ બધું જોતાં ફિલ્મનું બજેટ સહેજે ૩૦૦ કરોડના આંકને વટાવી દે તેવી શક્યતા છે. બોલીવૂડમાં શાહીદ કપૂર કે કાર્તિક આર્યન જેવા કલાકારોને પણ આટલા પૈસા મળતા નથી જેટલા સિદ્ધાર્થ આનંદને ઓફર થઈ રહ્યા છે.