સિદ્ધુ મૂસેવાલાની માતા IVF દ્વારા બાળકને જન્મ આપશે

February 28, 2024

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની વર્ષ 2022માં હત્યા થઈ હતી. તેમની હત્યાથી ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો. સિદ્ધુ મૂસેવાલા માતા-પિતાનો એકના એક પુત્ર હતો, તેમની હત્યા બાદ માતા-પિતાની હાલત ખરાબ થઈ ગઈ હતી. રિપોર્ટસ અનુસાર સિદ્ધુ મૂસેવાલાના ઘરે ટૂંક સમયમાં જ કિલકારી ગુંજશે. કારણ કે, સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌર પ્રેગ્નન્ટ છે, તે માર્ચ મહિનામાં પોતાના બાળકને જન્મ આપી શકે છે.

સિદ્ધુ મૂસેવાલાના ઘર પર લાંબા સમય બાદ ખુશીનો માહોલ જોવા મળશે. સિદ્ધુ મૂસેવાલાના ઘર પર એક નાનું મહેમાન આવનાર છે. તેના માતા પિતા સિદ્ધુ મૂસેવાલા બાદ પોતાના પરિવારમાં વારીસનું સ્વાગત કરશે. આ વાતની જાણકારી ખુદ સિદ્ધુ મૂસેવાલાના કાકા ચમકૌર સિંહે આપી છે. તેના પિતાએ આના પર હજુ કાંઈ કહ્યું નથી. તેમણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં આ અંગે વાત કરવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલાની માતા IVF ટેકનિક દ્વારા બાળકને જન્મ આપશે.