શાહરૂખ-ગૌરીને સમન્સ, સમીર વાનખેડેએ માંગ્યું ₹2 કરોડ વળતર

October 08, 2025

આર્યન ખાનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ વેબ સીરિઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'માં શાહરૂખ ખાનની મુશ્કેલીઓ વધી છે. પૂર્વ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અધિકારી સમીર વાનખેડેએ શાહરૂખ ખાન-ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલીઝ' અને નેટફ્લિક્સ સામે માનહાનિનો દાવો કર્યો છે. તેમનો આરોપ છે કે, 'આ સીરિઝમાં એક પાત્રનો ચહેરો બિલકુલ મારા જેવો છે, 

જેના કારણે મારી ઈમેજને નુકસાન પહોંચ્યું છે. આ માટે હું રૂ. 2 કરોડના વળતરની માંગ કરું છું. આ કારણસર સોશિયલ મીડિયામાં પણ મારા અને મારી પત્ની વિરુદ્ધ ટ્રોલિંગ કરાઈ રહ્યું છે. 

સમીર વાનખેડેની ફરિયાદ બાદ દિલ્હી હાઈકોર્ટે 'રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ'ને સમન્સ મોકલ્યું છે અને કંપનીના સભ્યોને 7 દિવસની અંદર હાજર થવા જણાવ્યું છે. હવે આ મામલે 30 ઓક્ટોબરે સુનાવણી થશે. આ મામલે હજુ સુધી શાહરૂખ ખાનની કંપની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.