સુરત: સરથાણામાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ 9મા માળેથી છલાંગ લગાવી
November 22, 2025
સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે સાંજે એક હચમચાવી દેનારી ઘટના બની હતી. સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમર્શિયલ કોમ્પલેક્ષના 9મા માળેથી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. કેફેમાં બેઠેલી યુવતી અચાનક ખુરશી પરથી ઉભી થઈને નીચે કૂદી પડતા અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરથાણાના વાલક પાટીયા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય રાધિકા કોટડિયા નામની યુવતી ફિઝિયોથેરાપિસ્ટ હતી અને પોતાનું પ્રાઈવેટ ક્લિનિક ચલાવતી હતી. શુક્રવારે સાંજે રાધિકા સરથાણા જકાતનાકા ખાતે આવેલા અતિથિ કોમ્પલેક્ષમાં ગઈ હતી. ત્યાં 9મા માળે આવેલા ‘ચાઈલ્ડ પાર્ટનર’ નામના કેફેમાં તે બેઠી હતી. થોડા સમય બાદ તે અચાનક પોતાની ખુરશી પરથી ઉભી થઈ હતી અને કઈંક વિચારે તે પહેલા જ સીધી નીચે છલાંગ લગાવી દીધી હતી.
9મા માળેથી પટકાતા રાધિકાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ની ટીમે તપાસ બાદ યુવતીને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ થતા જ સરથાણા પોલીસ અને મૃતકનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાધિકાની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. એકાએક આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે રાધિકાનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને પરિવારજનોના નિવેદનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
Related Articles
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026