દિલ્હી-NCRમાં તાપમાનમાં વધારો, 5 રાજ્યમાં વરસાદનું એલર્ટ

March 26, 2025

રાજધાની દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહ્યું હતું. આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં પણ આવું જ હવામાન રહેશે. મહિનાના અંત સુધી રાજધાનીમાં જોરદાર પવન ફૂંકાશે. જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.

રાજસ્થાનમાં ફરી એકવાર હવામાન બદલાવા લાગ્યું છે. આજે જોધપુર અને બિકાનેર વિભાગના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાશે.મધ્યપ્રદેશમાં તાપમાનમાં વધારો થતાં ગરમીની અસર વધી છે.

અનુસાર, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં સામાન્ય તાપમાન 4 ડિગ્રી નોંધાયું છે.