પેશાવરમાં પોલીસ દળના મુખ્યાલય પર આંતકી હુમલો, 3 જવાનો શહીદ

November 24, 2025

પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ દળના મુખ્યાલય પર આતંકી હુમલો થયો છે. આતંકી હુમલામાં 3 જવાન શહીદ થયા છે. પેશાવરમાં હથિયાર સાથે આંતકીઓએ સેના અને પોલીસ પર હુમલો કર્યો. વિસ્ફોટના જોરદાર અવાજ સંભળાયા હતા.  પાકિસ્તાનના પેશાવરમાં સોમવારે સંઘીય પોલીસ દળના મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે. રિપોર્ટસ પ્રમાણે, મુખ્યાલની પાસે અનેક વિસ્ફોટનો અવાજ સંભળાયો. જે બાદ આ આખો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. 

પાકિસ્તાનના ધ ડોન વેબસાઇટ પ્રમાણે પોલીસ દળ મુખ્યાલય પર હુમલા હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળ તેનો જવાબ પણ આપી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે પહેલા એક હુમલાખોરે પોતે જ આત્મઘાતી બની મુખ્યાલય ગેટ પર જ ઉડાવી દીધી. ત્યાર બાદ ફાયરિંગની પણ અવાજ સંભળાઇ. બીજી તરફ ન્યૂઝ એજન્સી રોયટર્સનુ કહેવુ છે કે આ હુમલામાં બે આત્મઘાતી હુમલાખોર સામેલ હતા.

જ્યાં હુમલો કરવામાં આવ્યો તે સંઘીય પોલીસ દળ એક નાગરિક અર્ધસૈનિક દળ છે, જેને પહેલાં ફ્રન્ટિયર કૉન્સ્ટેબ્યુલરી તરીકે ઓળખવામાં આવતું હતું. આ જ વર્ષે જુલાઈમાં શહબાઝ શરીફની સરકારે તેનું નામ બદલીને ફેડરલ કોન્સ્ટેબ્યુલરી રાખ્યું હતું. પેશાવરમાં જ્યાં તેનું મુખ્ય મથક આવેલું છે તે વિસ્તાર ઘણો જ ભીડભાડવાળો છે અને અહીંથી સૈનિક છાવણી પણ ખૂબ નજીક છે.