બ્રાઝીલમાં 33 વર્ષીય પ્રખ્યાત બોડીબિલ્ડર ડૉસ સૈન્ટોસનું હાર્ટ એટેકથી નિધન

November 24, 2023

દિલ્હી- હંમેશા કસરત કરતા અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપનાર 33 વર્ષીય બ્રાઝિલના બોડી બિલ્ડર ડોસ સેન્ટોસનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. સેન્ટોસ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ લોકપ્રિય હતો, જ્યાં તે તેના જિમ વર્કઆઉટના ફોટો અને વીડિયો પોસ્ટ કરતા હતા. રિપોર્ટ અનુસાર, ડોસ સેન્ટોસ વ્યવસાયે ડોક્ટર હતા, જોકે તેને બોડી બિલ્ડીંગનો ખૂબ જ શોખ હતો.
મળતા અહેવાલ મુજબ, તેમની તબિયત અચાનક બગડ્યા પછી, તેમને સાઓ પાઉલોની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે (19 નવેમ્બર) ડોસ સેન્ટોસનું મૃત્યુ થયું હતું. 
તેમના મૃત્યુ પર તેમના ક્લિનિક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડૉક્ટર અને બોડીબિલ્ડરને લીવરમાં એડેનોમા એટલે કે, એક પ્રકારની ગાંઠ હતી, જેના કારણે તેમને રક્તસ્રાવ પછી કાર્ડિયાક અરેસ્ટ થયો હતો.
જોકે, ડૉક્ટરના ક્લિનિકે નકારી કાઢ્યું હતું કે, તેમનું મૃત્યુ એનાબોલિક સ્ટેરોઇડ્સના ઉપયોગને કારણે થયું હતું. ડૉસ સૈન્ટોસ રેગ્યુલર પોતાની ફિટનેસ, ટુર અને લાઇફને લઇને અપડેટ કરતાં હતા. ઇન્સ્ટાગ્રામ પર તેમના 10,000 થી વધુ ફોલોઅર્સ છે. તાજેતરમાં તેણે કેરોલિન સાંચેઝ સાથે સગાઈ કરી હતી, જે બોડી બિલ્ડર પણ છે.