ઈથિયોપિયામાં ફાટેલો જ્વાળામુખી ગુજરાત માટે ખતરો? ખેડૂતો માટે નવું ટેન્શન, એસિડનો થઈ શકે વરસાદ

November 26, 2025

ભારતથી લગભગ 4500 કિલોમીટર દૂર ઈથિયોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીમાં લાવા ફૂટ્યા બાદ ઉડેલી રાખ અનેક દેશની સરહદો પાર કરીને ભારતમાં પણ ફેલાઈ ચૂકી છે. જેની ચર્ચા ઉત્તર ભારતના હિન્દી બેલ્ટ સહિત સમગ્ર દેશમાં થઈ રહી છે. આ જ્વાળામુખીની ચર્ચા કઈ એટલી થઈ રહી છે કે જ્વાળામુખીની રાખ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતી જોવા મળી. આપણે પુસ્તકોમાં વાંચ્યુ છેકે જ્વાળામુકી ફાટકા રાખ ઉડીને આસપાસના શહેરો સુધી પહોંચી જાય છે. આ વખતે આ રાખ ઉડી અને ભારત પહોંચી તો આપણને આ રાખથી કેટલું જોખમ છે એ પણ જાણો. 

ઈથિયોપિયાના જ્વાળામુખીથી ઉઠેલી રાખ હજારો ફૂટ ઊંચાઈ સ્પર્શતા લગભગ અડધા ભારતમાં પહોંચી ગઈ છે. આવામાં આપણે પણ સાવધાની વર્તવાની જરૂર છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ એક દુર્લભ કુદરતી ઘટના છે અને તેની અસર આસપાસના વિસ્તારોના હવામાન અને વાયુ ગુણવત્તાઓ ઉપર પણ પડી શકે છે. જ્યારે ડોક્ટરોએ પણ તેના જોખમ વિશે જણાવ્યું છે.  ઈથિયોપિયાના મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્વાળામુખીમાં વિસ્ફોટની સાથે મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ(SO₂) પણ નીકળ્યું. જેણે સમગ્ર ઈકો સિસ્ટમ એટલે કે પર્યાવરણ અને હેલ્થ પર  પડનારી અસરો વિશે ચિંતા વધારી છે. 

રિપોર્ટ્સ મુજબ જ્વાળામુખીની રાખ 120 કિલોમીટરની સ્પીડથી ભારત તરફ આગળ વધી. જ્વાળામુખીમાં લાવા ફૂટ્યા બાદ ઉઠનારી રાખમાં મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઈડ (SO₂) અને કાંચ કે પથ્થરના કેટલાક નાના કણો હોય છે. જે માનવ શરીરના ફેફસા, નર્વસ સિસ્ટમ સહિત સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે ઘાતક હોઈ શકે છે.

જો જ્વાળામુખીમાં વિસ્ફોટ  બાદ લાવાની સાથે સલ્ફર ડાયોક્સાઈડ એટલે કે (SO₂) નું પણ વધુ ઉત્સર્જન થયું તો તેનાથી સંકેત મળે છે કે વોલ્કેનોની અંદર દબાણ વધી રહ્યું છે આથી આગળ તેમાં હજુ વધુ વિસ્ફોટ થઈ શકે છે. જેનાથી તેની રાખ ફરીથી ઉડીને અન્ય દેશો સુધી પહોંચી શકે છે.