ગુજરાતમાં આગ ઝરતી ગરમી શરૂ, ભુજમાં પારો 44.5 ડિગ્રી, અમદાવાદમાં પણ તાપમાન 41.3

April 05, 2025

અમદાવાદ : ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું જોર વધી રહ્યું છે. શુક્રવારે 7 શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે 44.5 ડિગ્રી સાથે ભુજમાં સિઝનનો સૌથી ગરમ દિવસ બની રહ્યો હતો.

અમદાવાદમાં શુક્રવારે 41.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું Gujarat Weather Forecast: તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન નિષ્ણાતોને મતે આગામી રવિવારથી બુધવાર એમ ચાર દિવસ તાપમાન 44 ડિગ્રી થઈ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી 24 કલાક તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. ત્યારબાદ ચાર દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.’