દિલ્હી ટેસ્ટના બીજા દિવસની રમત પૂર્ણ, ઓસ્ટ્રેલિયાએ 62 રનની લીડ બનાવી

February 18, 2023

નવી દિલ્હી : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચોની ટેસ્ટ શ્રેણી ભારતમાં રમાઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચનો આજે બીજો દિવસ છે. દિલ્હી ટેસ્ટનો બીજો દિવસ પૂરો થયો છે. દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ 39, માર્નસ લાબુશેન 16 રને અણનમ છે. ઓસ્ટ્રેલિયાએ ભારત પર અત્યાર સુધી 62 રનની લીડ બનાવી છે. બીજી ઈનિંગમાં ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

આ પહેલા ભારતીય ટીમના બોલરોએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી હતી અને કાંગારૂ ટીમને મોટો સ્કોર કરવા દીધો ન હતો. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 263 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 81 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ પીટર હેન્ડ્સકોમ્બે અણનમ 72 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી. પુજારા પોતાના કરિયરની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

ભારત પ્લેઇંગ ઇલેવન 
રોહિત શર્મા (કે.), કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શ્રીકર ભરત (વિકેટમાં), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), ટોડ મર્ફી, નાથન લિયોન, મેથ્યુ કુહનમેન