ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી રમાશે ટેસ્ટ સિરીઝ, ખેલાડીઓની ટીમમાં વાપસી થશે

December 24, 2023

દિલ્હી ઃ: ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર T20I અને ODI સિરીઝ બાદ 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ સિરીઝની પ્રથમ મેચ બોક્સિંગ ડે એટલે કે 26મી ડિસેમ્બરના રોજ સેન્ચુરિયનના મેદાન પર રમાશે.
ભારતીય ટીમની કેપ્ટનશીપ T20I સિરીઝમાં સૂર્યકુમાર યાદવ જયારે ODI સિરીઝમાં કે.એલ રાહુલે કરી હતી. પરંતુ હવે ટેસ્ટ સિરીઝ માટે ટીમની કેપ્ટનશીપ નિયમિત કેપ્ટન રોહિત શર્માના હાથોમાં રહેશે. ટેસ્ટ સિરીઝ માટે રોહિત શર્માની સાથે વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહની પણ ટીમમાં વાપસી થશે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 26થી 30 ડિસેમ્બર દરમિયાન સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે શરુ થશે. તે પછી બીજી ટેસ્ટ 3થી 7 જાન્યુઆરી દરમિયાન કેપટાઉનના ન્યુલેન્ડ્સમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2:00 વાગ્યે શરુ થશે.

- ટેસ્ટ સિરીઝ માટે બંને દેશોની સ્ક્વોડ

ભારત- રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, રવિ અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કે.એલ રાહુલ, કે.એસ ભરત, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

સાઉથ આફ્રિકા- ટેમ્બા બાવુમા (C), ટોની ડી જ્યોર્જી, ડીન એલ્ગર, એડન માર્કરમ, કીગન પીટરસન, માર્કો જેન્સન, વિયાન મુલ્ડર, ડેવિડ બેડિંગહામ, ટ્રીસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેની, નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લુંગી એનગીડી, કાગીસો રબાડા