ઓસ્ટ્રેલિયા સામે આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયાની નજર હવે શ્રેણી જીતવા પર
March 22, 2023

ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની નિર્ણાયક મેચ માટે તૈયાર છે. આ મેચ આજે બપોરે 1.30 વાગ્યાથી ચેન્નાઈમાં રમાશે. હાલમાં આ ત્રણ મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. આ ત્રીજી વનડે મેચ જીતીને વિજેતા ટીમ સિરીઝ પર પણ કબ્જો કરશે. ભારતીય ટીમને આ ત્રીજી મેચમાં મિચેલ સ્ટાર્કની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સનો સામનો કરવો પડશે. ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારતીય બેટરોએ તેમનાં સંપૂર્ણ અનુભવનો ઉપયોગ કરવો પડશે. જો સ્ટાર્ક બેટરો માટે માથાનો દુખાવો બની રહ્યો છે, તો મિચેલ માર્શે ભારતીય બોલરોની ઊંઘ હરામ કરી દીધી છે. તેણે બે મેચમાં લગભગ એક ડઝન સિક્સર ફટકારી હતી.
ભારતીય ટીમના ઉપરી ક્રમના બેટર્સને સ્ટાર્કનો સામનો કરવા માટે તેમનાં પૂરેપૂરા અનુભવનો ઉપયોગ કરવો પડશે. ટેક્નિકમાં ફેરફાર અને માનસિક સ્થિરતા સાથે બેટિંગ કરવી પડશે. ભારતમાં વનડે મેચો સપાટ પીચો પર રમવામાં આવે છે, આ પીચો પર વધારે ફૂટવર્કની જરૂર હોતી નથી. ફ્રન્ટ ફૂટ પર રમનાર બેટરને આ પીચો પર ખુબ મદદ મળતી હોય છે. પરંતુ સ્ટાર્કે બધા સમીકરણ બદલી નાખ્યા છે. સ્ટાર્કની બોલ મિડલ સ્ટમ્પ અથવા મિડલ લેગની તરફ પડી રહી છે. ચેપોક પર ધીમી ગતિના બોલરોને પીચથી મદદ મળતી હોય છે અને મિડલ ઓવર્સમાં રન બનાવવા મુશ્કેલ હોય છે. જો કે આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સને ધ્યાનમાં રાખીને પીચ બનાવવામાં આવી છે જેના કારણે શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે.
સૂર્યકુમાર યાદવ પાછલી બંને મેચોમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો, જો કે T20 ફોરમેટમાં તે જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો હતો. ટીમમાં શ્રેયસ અય્યર નથી અને સુર્યા પાસે વનડે વર્લ્ડકપ માટે ટીમમાં પોતાની જગ્યા પાકી કરવા માટેની ખુબ સારી તક છે. કેપ્ટન રોહિત શર્માએ પાછલી મેચ બાદ કહ્યું હતું, 'સૂર્યા વનડેમાં પણ સારું રમી શકે છે અને તે પણ આ જાણે છે. મારું માનવું છે કે પ્રતિભાશાળી ખેલાડીઓને ક્યારેય આવું ન લાગવું જોઈએ કે તેમને પૂરતા અવસર નથી મળ્યા.સૂર્યા પાછલી બંને મેચોમાં ચાલી શક્યો નહી પરંતુ તેને સતત અવસર આપવાની જરૂર છે જેના કારણે તે કમ્ફર્ટેબલ ફિલ કરી શકે.'
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11
ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ/વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
ઓસ્ટ્રેલિયન ટીમ:- ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરન ગ્રીન, ગ્લેન મેકસવેલ, માર્કસ સ્ટોઇનિસ, સીન એબોટ/એશ્ટન એગર/નેથન એલિસ, મિચેલ સ્ટાર્ક, એડમ જમ્પા
Related Articles
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર રવાના
મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર...
May 30, 2023
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું કર્યું કે લોકોને તેના માટે માન વધી ગયું
IPL FINAL : ટ્રોફી લેતી વખતે ધોનીએ એવું...
May 30, 2023
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરાત સામે પાંચ વિકેટે વિજય
ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરા...
May 30, 2023
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાને ગળે લગાવ્યો
CSKના ચેમ્પિયન બન્યા બાદ રિવાબાએ જાડેજાન...
May 30, 2023
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વહાવશે
કુસ્તીબાજો તેમના ઓલિમ્પિક મેડલ ગંગામાં વ...
May 30, 2023
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ
અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પો...
May 30, 2023
Trending NEWS

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023

30 May, 2023