જાપાનમાં વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફયુઝન રિએક્ટર શરૂ
December 05, 2023

ટોકિયો : જાપાનના નાકા નોર્થમાં વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફયુઝન રિએક્ટર શરૂ થયું છે. તેની શરૂઆત શુક્રવારે થઈ હતી. સમગ્ર વિશ્વમાં જેટલા પરમાણુ વીજ મથકો છે તે તમામ પરમાણુ વિખંડન (ફિઝન) પર ચાલે છે જ્યારે આ ન્યુક્લિયર સંયોજન (ફ્યુઝન)માંથી ઊર્જા ઉત્પન્ન કરશે. એટલે કે તે બે અણુઓના કેન્દ્રકને પરસ્પર જોડે છે જ્યારે ફિઝનમાં કેન્દ્રકને અલગ કરવામાં આવે છે.આ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જેટી-૬૦એસએ છે. તે મોટા પાયે, સલામત અને કાર્બન મુક્ત ઊર્જા પેદા કરવા માટે રચાયેલ છે. હાલ તેને એક પ્રયોગ તરીકે ચાલુ કરાયું છે, જે પછીથી લોકો અથવા દેશની જરૂરિયાત અનુસાર મોટા પાયે સ્થાપવામાં આવશે. જો પરમાણુ ફ્યુઝનથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન થાય તો તે ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત પદ્ધતિ સાબિત થશે. આ ઈમારત છ માળની છે. તેમાં મુખ્યત્વે ડોનટ આકારનું પાત્ર હોય છે. તેને ટોકામાક કહેવામાં આવે છે. પ્લાઝમા તેની અંદર ઝડપથી ફરે છે. આ પ્લાઝમાનું તાપમાન ૨ કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. આ રિએક્ટર યુરોપિયન યુનિયન અને જાપાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. ફ્રાન્સ તેનાથી પણ વધુ શક્તિશાળી પરમાણુ વીજ મથક પણ બનાવી રહ્યું છે. તેને ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરીમેન્ટલ રિએક્ટર (આઈટીઈઆર) કહેવામાં આવે છે. બંને પ્રોજેક્ટનો હેતુ એક જ છે કે હાઈડ્રોજનના કેન્દ્રકનું હીલિયમ જેવા ભારે એલિમેન્ટ સાથે ફ્યુઝન કરવામાં આવે. જેટી-૬૦ એસએના ડેપ્યુટી પ્રોજેક્ટ લીડર સેમ ડેવિસ કહે છે કે આ ટેકનીકથી લોકો ફ્યુઝન એનર્જી તરફ વળશે. આ પ્રોજેક્ટમાં ૫૦ કંપનીઓ અને ૫૦૦ વૈજ્ઞાાનિકો અને એન્જિયનીયરો સામેલ છે. તેઓ યુરોપ અને જાપાનની લગભગ પચાસથી વધુ કંપનીઓમાંથી આવ્યા છે. એમાં વિશ્વનું સૌથી અત્યાધુનિક ટોકામાક છે. ફ્યુઝન એનર્જીના ઈતિહાસમાં આ મોટું સીમાચિહ્ન સાબિત થવાનું છે. આ સદીના મધ્ય સુધીમાં આવા જ ન્યુક્લિયર રિએક્ટરમાંથી ઊર્જા મળશે. તેમજ આ ટેકનીક સમગ્ર વિશ્વમાં ફેલાશે.
Related Articles
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશોનું મોટું નિવેદન, પહલગામ આતંકી હુમલાને પણ વખોડ્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતાં G7 દેશ...
May 10, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ' લોન્ચ કર્યો, અમેરિકામાં ગેરકાયદે વસતાં લોકોને 'લાસ્ટ ચાન્સ'
ડોનાલ્ડ ટ્રમ્પે 'સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્...
May 10, 2025
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત...
May 10, 2025
ભારતનો વિરોધ છતાં દેવાદાર પાકિસ્તાનને IMFની અબજો રૂપિયાની સહાય
ભારતનો વિરોધ છતાં દેવાદાર પાકિસ્તાનને IM...
May 10, 2025
ભારત-પાકિસ્તાનને શાંતિ અને સ્થિરતા જાળવવા ચીનની અપીલ
ભારત-પાકિસ્તાનને શાંતિ અને સ્થિરતા જાળવવ...
May 09, 2025
અમેરિકાના રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ્રિસ્તી ધર્મગુરૂ પદે નિમણૂક
અમેરિકાના રોબર્ટ ફ્રાન્સિસ પ્રીવોસ્ટની ખ...
May 09, 2025
Trending NEWS

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ...
10 May, 2025

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાનો નિષ્ફળ...
10 May, 2025