રિલિઝના 32 વર્ષ બાદ સંસદમાં બતાવવામાં આવશે આ જાપાનીઝ-ઈન્ડિયન ફિલ્મ

February 03, 2025

હિન્દુ ધાર્મિક ગ્રંથ રામાયણ પર વિશ્વભરમાં ઘણા બધા કન્ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે રામાનંદ સાગરની રામાયણ તેમાંથી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ આ સિવાય ઘણા એવા શો છે જે રામાયણ પર આધારિત છે. આમાં એક જાપાની-ભારતીય એનિમેટેડ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. હવે આ ફિલ્મ સંસદમાં બતાવવામાં આવશે. આ એનિમેટેડ ફિલ્મ વિશે વાત કરીએ તો તે 32 વર્ષ પહેલા 1993માં રિલીઝ થઈ હતી. હવે ફિલ્મના પ્રોડક્શન હાઉસ ગીક પિક્ચર્સે આ અંગે ખુશી વ્યક્ત કરી છે અને પ્રતિક્રિયા આપી છે.

ગીક પિક્ચર્સના સહ-સ્થાપક અર્જુન અગ્રવાલે આ સ્ક્રીનિંગ પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું - ભારતની સંસદના આ પગલાથી અમે ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યા છીએ. અમારા કાર્યને આટલા મોટા સ્તરે માન્યતા મળી રહી છે તે જોઈને સારું લાગે છે. આ સ્ક્રીનીંગ ફક્ત એક ફિલ્મનું સ્ક્રીનીંગ નથી પરંતુ તે આપણા દેશની સમૃદ્ધ સંસ્કૃતિનો પુરાવો છે, જેમાં રામાયણની કાલાતીત વાર્તા દર્શાવવામાં આવી છે.